Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલોલ ગેંગડિયા ચોકડી પાસે બાઇક સ્લીપ:માતા-પુત્ર ગંભીર ઇજાગ્રસ્ત, ગોધરા સિવિલમાં દાખલ

    12 hours ago

    પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. કાલોલની ગેંગડિયા ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માતા-પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘોઘંબાના રહેવાસી અશોકભાઈ પરમાર તેમની માતા લીલાબેન સાથે બાઇક પર વેજલપુર ખાતે તેમના માસીના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ગેંગડિયા ચોકડી પાસેથી પસાર થતી વખતે અચાનક તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું. અકસ્માતમાં બાઇક ચાલક અશોકભાઈને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે તેમની માતા લીલાબેનને મોઢાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તેમણે ઇજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    19 માર્ચથી ચૈત્ર નવરાત્રિ:હિંદુ નવવર્ષ વિક્રમ સંવત 2083માં 13 મહિના આવશે, જાણો દેવીના નવ સ્વરૂપોની પૂજાનું મહત્વ
    Next Article
    ડિકેબીન અંડરપાસ પાસેનો 500 મીટર રોડ ધૂળિયો બન્યો:ચંદ્રભાગા નાળા રીડેવલોપમેન્ટની કામગીરીમાં AMC કોન્ટ્રાક્ટરની બેદરકારી!, કમિશનરની સૂચનાનો ઉલાળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment