Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિકેબીન અંડરપાસ પાસેનો 500 મીટર રોડ ધૂળિયો બન્યો:ચંદ્રભાગા નાળા રીડેવલોપમેન્ટની કામગીરીમાં AMC કોન્ટ્રાક્ટરની બેદરકારી!, કમિશનરની સૂચનાનો ઉલાળ્યો

    2 days ago

    અમદાવાદ શહેરમાં વધતા જતા હવા પ્રદુષણને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા ગુડ કન્સ્ટ્રક્શન સાઇટ પ્રેક્ટિસને અમલમાં લાવવા માટે મીટીંગો કરીને અધિકારીઓને જો આ પ્રેક્ટિસનો અમલ ન કરે તો તેની સામે કડક કાર્યવાહીના આદેશ આપે છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામોના જ કોન્ટ્રાક્ટરો દ્વારા ગુડ કન્સ્ટ્રક્શન સાઇટ પ્રેક્ટિસનો અમલ કરવામાં આવતો નથી. અમદાવાદ શહેરના ડિકેબિનથી વાડજ ચંદ્રભાગાના નાળા સુધીના રીડવલપમેન્ટની કામગીરીમાં સુધાકર નામના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર માટી ઉડાડવાથી લઈને તેમના આરએમસી પ્લાન્ટના કારણે આખો વિસ્તાર પ્રદૂષિત થયો છે. 24 કલાક આ રોડ ઉપર માટી ઉડતી હોય છે જેના કારણે થઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ખૂબ જ હાલાકી પડે છે. અધિકારીનો લૂલો બચાવ કરતો જવાબ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારી રાકેશ બોડીવાલાએ જણાવ્યું હતું કે, ચંદ્રભાગા નાળાના રી ડેવલપમેન્ટની કામગીરી બે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે. જેમાં ડીકેબીનથી કાળી ગામ સુધી સુધાકર અને કાળીગામથી વાડજ સુધી પી.દાસ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ડી કેબીનથી નવા રેલવે અન્ડરપાસ સુધી કામગીરી દરમિયાન ધૂળ ઉડતી હોય કે રોડ ઉપર માટી હશે તો આ બાબતે હું તપાસ કરાવી લઉં છું. ખુલ્લેઆમ RMC પ્લાન્ટ,માટી ને ધૂળિયો રસ્તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નાળા બંધ કરવામાં આવી રહ્યા છે. ચંદ્રભાગાનું નાળામાં બંધ કરવા માટે ડીકેબિન અંડરપાસથી કાળીગામ સુધીના નાળાની કામગીરીમાં સુધાકર નામના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ડિકેબીન અંડરપાસથી કાળીગામના નવા બનાવેલા રેલવે અન્ડર પાસ સુધીની અત્યારે જે કામગીરી ચાલી રહી છે, તેમાં 500 મીટરનો રોડ ધૂળવાળો કરી નાખવામાં આવ્યો છે. બંને અંડરપાસ વચ્ચેના રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ધૂળ ઉડવાનો સામનો કરવો પડે છે ખાસ કરીને રેલ્વે યાર્ડની ઓફિસ પાસે કોન્ટ્રાક્ટરને ખુલ્લેઆમ RMC પ્લાન્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે અને ત્યાં જ બધી માટી રાખવામાં આવી છે જેના કારણે થઈને ધૂળ ઊડી રહી છે. ગુડ કન્સ્ટ્રક્શન સાઈટ પ્રેક્ટિસનો અમલ કરવા કમિશનરની સૂચનાનો ઉલાળ્યો આખો નવો રેલવે અંડર પાસ પણ ધૂળથી ભરાઈ ગયો છે. રોજની ખૂબ મોટી સંખ્યામાં ધૂળ ઉડે છે અને જો આ વિસ્તારમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ માપવામાં આવે તો 500થી પણ ઉપર જાય એટલી ખરાબ સ્થિતિ આ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી કામગીરીના કારણે થઈ રહી છે. એક તરફ શહેરમાં મ્યુનિસિપલ કમિશનર ગુડ કન્સ્ટ્રક્શન સાઈટ પ્રેક્ટિસનો અમલ કરવા માટેની સૂચના આપી રહ્યા છે. પરંતુ ખુદ તેમના જ કોન્ટ્રાક્ટરો આ પોલીસીનો અમલ કરી રહ્યા નથી. સામાન્ય જો ગ્રીન નેટ ના લગાવી હોય અથવા તો પાણી રોડ ઉપર છાંટવામાં ન આવ્યું હોય તો સાઈડના સીલ કરવાથી લઈ મોટો દંડ કરવામાં આવે છે ત્યારે આ કોન્ટ્રાક્ટરની સાઈટને સીલ કરી દેવામાં આવશે કે તેને ખૂબ મોટો દંડ કરાશે તેને લઈને સવાલ છે.
    Click here to Read More
    Previous Article
    કાલોલ ગેંગડિયા ચોકડી પાસે બાઇક સ્લીપ:માતા-પુત્ર ગંભીર ઇજાગ્રસ્ત, ગોધરા સિવિલમાં દાખલ
    Next Article
    Gujarat Weather Update | ગુજરાતવાસીઓને ગરમીથી મળશે છૂટકારો | Summer Update | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment