Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભીમાસર ગામના વિકાસની કલગીમાં નવું છોગું ઉમેરાયું:કચ્છમાં ગ્રામ્ય સ્તરે પ્રથમ મોડેલ શાક માર્કેટ કાર્યરત

    8 hours ago

    રાષ્ટ્રીય કક્ષાએ અનેક એવોર્ડ મેળવી ચૂકેલા અંજાર તાલુકાના ભીમાસર ગામના વિકાસની કલગીમાં આજે વધુ એક છોગું ઉમેરાયું છે. ભીમાસર ગ્રામ પંચાયતે સરકારી ગ્રાન્ટની રાહ જોયા વગર પોતાના સ્વભંડોળમાંથી અંદાજે 25 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરેલી ભવ્ય અને આધુનિક શાક માર્કેટનું રવિવાર 15 માર્ચના લોકાર્પણ કરાયું હતું. કચ્છમાં ગ્રામ્ય કક્ષાએ આ પ્રકારની પ્રથમ વિશાળ અને સુવિધાજનક શાક માર્કેટ બનાવીને ભીમાસરે સમગ્ર ગુજરાતમાં એક નવો રાહ ચીંધ્યો છે. આ શાક માર્કેટના સ્વપ્નદ્રષ્ટા અને જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલ, સરપંચ ડાઈબેન હરેશ હુંબલ તથા પંચાયતના હોદ્દેદારોના હસ્તે રીબીન કાપી અને તકતીનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે રાધે કૃષ્ણા મંદિરના પૂજારી સુનીલ શાસ્ત્રી દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી. આ માર્કેટમાં 50 જેટલા પાકા થલ્લા અને છૂટક ફેરિયાઓ માટે ખાસ હોકર્સ ઝોન બનાવવામાં આવ્યો છે. પંચાયત દ્વારા નિયમો નક્કી કરી ગામના જ ગરીબ પરિવારો, રેકડીધારકો અને દેવીપૂજક સમાજના નાના વેપારીઓને અગ્રતા આપીને થલ્લા ફાળવણી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામના ઉપસરપંચ કંકુબેન જીવાભાઈ બાર, સા.ન્યા. ચેરમેન જોમાબેન ડુંગરિયા, તલાટી એલ.એસ. અસોડા, જીલ્લા પંચાયત સદસ્ય મંજુલાબેન ડાંગર, તાલુકા પંચાયત સદસ્ય કુંવરબેન હુંબલ, ગ્રામ પંચાયતના સદસ્યઓ મમતાબેન ઔદીચ્ય, રૂડીબેન જરૂ. કકુબેન હેઠવાડીયા, મઘીબેન કરોત્રા, મોમાયા ડુંગરિયા, રાજેશ ભીલ, બાબુ કારું, શામજી હુંબલ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો હાજરરહ્યા હતા. રેકડી ચલાવવામાંથી મુક્તિ અને ગ્રાહકોને સુવિધા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગામના નાના વર્ગના શાકભાજી વેચતા પરિવારોને રઝળપાટ અને રેકડી ચલાવવામાંથી મુક્તિ આપી એક કાયમી આશ્રયસ્થાન આપવાનો છે. હવે ગામલોકોને એક જ છત નીચેથી તમામ પ્રકારની તાજી શાકભાજી મળી રહેશે, જેનાથી ગ્રાહકો અને વેપારીઓ બંનેનો સમય અને શક્તિ બચશે. સ્વનિર્ભર પંચાયતનું શ્રેષ્ઠ ઉદાહરણ 18થી વધુ રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત ભીમાસર ગ્રામ પંચાયતે ફરી એકવાર સાબિત કર્યું છે કે જો મક્કમ ઈચ્છાશક્તિ હોય તો પંચાયત સ્વભંડોળમાંથી પણ નગરપાલિકા જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરી શકાય છે. આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પંચાયતની આ વ્યવસ્થાને બિરદાવી હતી. ભીમાસરની આ ‘મોડેલ શાક માર્કેટ’ હવે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બનશે.
    Click here to Read More
    Previous Article
    મુસાફરી બનશે સુગમ:ભચાઉ-ખડીર વચ્ચેનું અંતર 80 કિમી ઘટશે એકલ-બાંભણકા માર્ગમાં માટી-મેટલ કામ પૂર્ણ
    Next Article
    Oscars 2026 fails to mention late actor Dharmendra in ‘In Memoriam’ segment, fans react

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment