Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂડ ડિલિવરી બોયનું કારસ્તાન:સુભાનપુરામાં કચરો નાખવા નીકળેલી નર્સને અડપલાં કરીને ભાગી ગયો

    8 hours ago

    સુભાનપુરા વિસ્તારમાં હેલ્મેટ પહેરીને આવેલો ફુડ ડિલિવરી બોય ચાલતી જતી નર્સને શારીરિક અડપલાં કરીને ભાગી ગયો હતો. ઘટના અંગેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ઘટના બાદ નર્સ ખૂબ ગભરાઈ ગઈ હતી. જોકે તેમણે હિંમત કરીને પોલીસને જાણ કરી હતી. ગોરવા પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કાન પકડાવી માફી મગાવી હતી. ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી મહિલા શનિવારે રાત્રે 11-45 કલાકના અરસામાં કચરો ફેંકવા ચાલતી બહાર નીકળી હતી. દરમિયાન એક અજાણ્યો બાઈક ચાલકે નર્સને શારીરિક અડપલાં કરીને ભાગી ગયો હતો. નર્સ ગભરાઈ ગઇ છતાં તેણે હિંમત કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે નર્સની છેડતી કરનાર દિવાળીપુરા શંકરપાર્ક સોસાયટીમાં રહેતા અમિત નટુભાઈ પઢિયારને પકડી પાડ્યો હતો અને મહિલા સામે કાન પકડાવી માફી પણ મગાવી હતી. પોલીસે તપાસ કરતાં અમિત સામે અગાઉ ગોત્રીમાં દારૂ પીધેલા હોવાનો કેસ નોંધાયો હતો. મહિલાઓની છેડતી કરનારા કોઇ પણ આરોપીને છોડાશે નહીં મહિલાની છેડતી કરી આરોપી ફરાર થઈ ગયો હતો. જુદી-જુદી ટીમ બનાવી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકારના કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં. > કે.એન.લાઠિયા, પીઆઈ, ગોરવા પોલીસ સ્ટેશન ભાસ્કર ઇનસાઇડ રાત્રે ખીચડીનો ઓર્ડર આવ્યો સીસીટીવી ફૂટેજથી પકડાયો રાત્રે 11-30 વાગ્યાની આસપાસ ફુડ ડિલિવરી એપ પરથી ઓનલાઇન ઓર્ડર લેવા અમિત પઢિયાર રાત્રે જઈ રહ્યો હતો. આ દરમિયાન નર્સ એકલી જણાતાં તેણે છેડતી કરી હતી. પોલીસે આખી રાત દરમિયાન 30થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી કાઢ્યા હતા. જેમાં સવારે 6 વાગ્યે કામનો સીસીટીવી મળ્યો હતો. તપાસ જલારામ ખીચડી સુધી પહોંચી અને ત્યાંથી અમિતની જાણકારી વધુ સ્પષ્ટ મળતાં પોલીસે તેને ઘરેથી પકડી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Oscars 2026 Winners LIVE Updates: One Battle After Another, Frankenstein lead with 2 awards each; Sean Penn, Amy Madigan named Best Supporting Actors
    Next Article
    જીવલેણ હુમલો:અકોટામાં બાઈકને બ્રેક મારવા મુદ્દે ઇજનેર પર 2 શખ્સનો ચપ્પુથી હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment