Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનારનું થયું મોત:વ્યારાના કપુરા પાસે બાઇક સવાર ઇસમનું સારવાર દરમિયાન મોત

    11 hours ago

    વ્યારા તાલુકાના ઘાટ ગામના રહેવાસી એક ઇસમ નું અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત થયું હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વ્યારા તાલુકાના ઘાટ ગામ, માસ્તર ફળીયાના રહેવાસી પરેશભાઈ શિવાજીભાઈ ગામીત (ઉ.વ. 43) 2 માર્ચની સાંજે પોતાની મોટરસાયકલ નં. GJ-26-AA-3207 લઈને ટીચકપુરા ખાતે નોકરી પર જવા નીકળ્યા હતા. સાંજે આશરે 7 વાગ્યાના સુમારે કપુરા ગામની સીમમાં આવેલ રાઇસ મિલ પાસે પહોંચતા વ્યારાથી ઉનાઈ જતા માર્ગ પર કોઈ અજાણ્યા ચારચક્રી વાહનચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી તેમની બાઈકને પાછળથી ટક્કર મારી હતી.આ અકસ્માતમાં પરેશભાઈને માથા તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સારવાર હેઠળ હતા. ત્યાં સારવાર દરમિયાન 8 માર્ચના રોજ સવારે આશરે 8 વાગ્યે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સુરત શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ પોસ્ટમોર્ટમ પૂર્ણ કરી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્ર અર્પિતભાઈ પરેશભાઈ ગામીતે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં અકસ્માત સ્થળના સીસીટીવી ફૂટેજો મેળવવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી હોવાની માહિતી પણ મળી છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર; ઈરાન બોલ્યું- નેતન્યાહુને શોધીને મારી નાખીશું; કિંજલ રબારી બાદ હવે ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા માંગ
    Next Article
    માનવ કલ્યાણ યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો‎:મોરબીમાં મહિલાઓને સોફ્ટ સ્કિલ્સ, ઓનલાઇન પેમેન્ટ અંગે માહિતગાર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment