Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આધેડને ક્રૂરતાથી મારનાર ઝડપાયા:મોરબી શહેરમાં જમીન દલાલના હત્યા પ્રકરણમાં ફરાર વધુ બે આરોપી ઝડપાયા

    8 hours ago

    મોરબીના વિસીપરામા રહેતાં અને જમીન મકાન લે વેચના ધંધાર્થીનું થોડા સમય પહેલાં લાલબાગથી અપહરણ કરી માર મારી હત્યા કરી દેવાઈ હતી. તેનો કોઇ આતોપતો ન મળે તે માટે તેની લાશ પીપળી રોડ પર આવેલી બંધ ફેક્ટરીના પરિસરમાં ખાડો ખોદીને દાટી દેવાઈ હતી અને તેના પર કોંક્રિટ ભરી ધાબુ ભરી પુરાવાનો નાશ કરાયો હતો. આ ઘટનામાં પોલીસે 7 શખ્સ સામે ગુનો નોંધી 5 આરોપીની ધરપકડ કરી હતી અને બે આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન આ બન્ને ફરાર આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી. જે તે સમયે આ ઘટનાએ મોરબીમાં ચર્ચા જગાવી હતી. મોરબીના વીસીપરામાં રહેતા જમીન મકાનના ધંધાર્થીની તાજ મહંમદ ભટ્ટીની ગત તા 19 ના રોજ લાલબાગ નજીકથી વાતચીત કરવાના નામે બાલુભાઈ અઘારા તેની કારમાં બેસાડી અપહરણ કરી ભડીયાદ નજીક ફાર્મ હાઉસમાં લઈ જવાયા બાદ તેને 6 શખ્સએ ઢોર માર માર્યો હતો અને એક ઓરડીમાં ગોંધી રાખ્યો હતો જ્યાં તેનું ઇજાના પગલે મોત નિપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો. માર માર્યા બાદ તાજ મહંમદ ભટ્ટીનું મોત થતાં આરોપીઓ ડરી ગયા હતા અને આરોપીઓએ બેલા ગામ નજીક ફેક્ટરીના કમ્પાઉન્ડમાં ખાડામાં લાશને ડીઝલથી સળગાવી દઈ બાદમાં દાટી દીધી હતી, ઉપર માટી પાથરી તેની ઉપર ક્રોંક્રિટનું ધાબું ભરી દીધું હતું. આ ઘટનામાં 7 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, જીતેશ બાલુભાઈ ઝાલરિયા, ભાવેશ થોભણભાઈ અધારા ફરાર હતા જેને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    Oscars 2026: Priyanka Chopra looks resplendent in white gown as she makes red carpet appearance with Nick Jonas. Watch
    Next Article
    કેસરબાગનું થશે કાયાપાલટ:મોરબીના કેસરબાગને સ્માર્ટ પાર્ક તરીકે વિકસાવવાના પ્રોજેક્ટનું 25% કામ પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment