Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મહત્યા:દેવરીયા ગામે પરપ્રાંતિય યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાધો

    2 weeks ago

    ખંભાળિયાના દેવરીયા ગામે પરપ્રાંતીય યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે કારણ જાણવા માટે તપાસ હાથ ધરી પરિવારજનો, પાડોશીની પૂછપરછ હાથ ધરી છે. ખંભાળિયા તાલુકાના દેવલિયા ગામમાં રહેતા પરપ્રાંતિય યુવાન અવધેશકુમાર વકીલસિંહ (ઉંમર 24)એ અજાણ્યા કારણોસર પોતાના નિવાસ સ્થાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ગઈકાલે શનિવારે દેવલિયા ગામ ખાતે આવેલા પોતાના રહેઠાણમાં અવધેશકુમાર વકીલસિંહે કોઈ અકળ કારણસર આ પગલું ભર્યું હતું. બાદમાં પરિવારજનો અને આસપાસના લોકોએ તેમના રૂમમાં નિષ્પ્રાણ હાલતમાં લટકતો દેહ જોયો હતો. ઘટનાની જાણ થતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ બનાવ અંગે દેવલિયા ગામના પપ્પુ ઉર્ફે રણજીતસિંહ (ઉંમર 50) દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ મૃતદેહને આગળની પ્રક્રિયા માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્મત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને યુવાને આત્મહત્યા કરવાનું કારણ શું હતું તે જાણવા તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આત્મહત્યા:કામ ધંધો ન કરતા ઠપકો આપતા યુવાનનો આપઘાત
    Next Article
    ભક્તો આપે ધ્યાન:તા.19 માર્ચથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢ મંદિરમાં દર્શનમાં ફેરફાર કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment