Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માતની ભીતિ‎:હેરંજ બ્રિજનું ડાયવર્ઝન ભારદારી વાહનો માટે જોખમી બન્યું

    2 weeks ago

    મહુધાના હેરંજ પાટિયા નજીક શેઢી નદી પર ચાલી રહેલ નવીન પુલ બનાવવાની કામગીરીને લઈ વાહનોની અવરજવર ચાલુ રાખવા અપાયેલ વધુ પડતી ડીપ અને સાંકડા ડાઇવર્ઝન લઈ શનિવારની રાત્રિના બટાકાના કટ્ટા ભરેલ ભારદારી ટ્રક વધુ પડતાં ડીપ અને સાંકડા ડાઇવર્ઝનના પગલે નદીમાં ખાબકી હતી. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ હેરંજ પાટિયા નજીકનો શેઢી નદી પરનાં બ્રિજમાં વાહનોની અવરજવર ચાલુ રાખવા રસ્તામાં બનાવેલ ડાઇવર્ઝન વાહન ચાલકો માટે જોખમી અને જીવલેણ બની રહ્યો છે.શુક્રવારના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ એક માલસામાન ભરેલ ટ્રક અલીનાથી પણસોરા તરફ જતા સમયે ડાયવર્ઝનમાં વધુ પડતી ઊંડાઈ ને લઈ બીજી તરફ ઢાળ ચઢી ન શકતા અવારનવાર ઢાળ ચઢવાનો પ્રયાસ કરતાં ટ્રેકની એક્સેલ તૂટી ગઈ હતી.અને ટ્રક ડાઇવર્ઝનની ડીપમાં વચ્ચે જ ખોટકાતા ડાયવર્ઝનની બંને તરફ બે થી ત્રણ કિમી જેટલી વાહનોની લાઈન લાગી હતી. બીજી તરફ કાળઝાળ ગરમી વચ્ચે વાહન ચાલકો અને વાહનમાં બેઠેલા પેસેન્જરોને તપવાનો વખત આવ્યો હતો.જોકે સમય જતાં આખરે ક્રેન મારફતે ટ્રકને બહાર કાઢી ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો.ત્યારે બીજા દિવસ શનિવારની રાત્રિના વધુ પડતી ઊંડાઈ અને સાંકડા ડાયવર્ઝનનાં પગલે એક બટાકાના કટ્ટા ભરેલ ટ્રક નદીમાં ખાબકી હતી.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત સર્જાયો:વ્યારાના ઉનાઈ નાકે બાઈકની અડફેટે મહિલાને ગંભીર ઈજા
    Next Article
    કાર્યવાહી:મોટા છૈડા ગામની ઝાડીમાંથી વિદેશી દારૂ સહિત રૂ. 8.46 લાખનો મુદ્દામાલ ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment