Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:હથિયારો સાથે ફોટો પડાવવાનો શોખ પૂરો કરવા ઘરઘાટીએ પિસ્ટલ ચોરી હતી

    9 hours ago

    વસ્ત્રાપુરની ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા નિવૃત્ત ડીજીપી ગુરુદયાલસિંગના દીકરાની લાઈસન્સવાળી પિસ્ટલ અને 10 કારતૂસની ચોરી થઈ હતી. તેમને ઘરઘાટી ઉપર શંકા હોવાથી તેની સામે ફરિયાદ નોંધાવી હતી. વસ્ત્રાપુર પોલીસે ઘરઘાટીની ધરપકડ કરી તેની પાસેથી પિસ્ટલ અને કારતૂસ કબજે કર્યા હતા. ઘટઘાટીને હથિયાર સાથે ફોટો પડાવવાનો શોખ હોવાથી તે હોળી વખતે વતન ગયો ત્યારે પિસ્ટલ અને કારતૂસ ચોરીને સાથે લઈ ગયો હતો. ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા અમનદીપસિંગ સિંગ (49) ગૌશાળા રાખીને દૂધ અને ઘીનો વેપાર કરે છે. તેમના પિતા ગુરુદયાલસિંગ નિવૃત્ત ડીજીપી હતા અને તેમનું 2021માં અવસાન થયું હતું. તેમનાં માતા મંજીતકૌરનું 2023માં અવસાન થયું હતું. અમનદીપસિંગે 2004માં માતાના નામે હથિયારનું લાઇસન્સ લીધું હતું અને કોલ્ટ પૉઇન્ટ 25 પિસ્ટલ ખરીદી હતી. જોકે માતાના અવસાન બાદ હથિયાર જમા કરાવવાનું હોવાથી અમનદીપસિંગે કબાટમાં તપાસ કરી તો પિસ્ટલ, 10 કારતૂસ તેમજ કવરની ચોરી થઈ હતી. જો કે તેમના ઘરે અગાઉ ઘરઘાટી તરીકે બહેનને નોકરી રાખ્યા હતા. પરંતુ તેમણે નોકરી છોડી દેતા 2 મહિના પહેલા ઘરઘાટી તરીકે મહિપાલસિંગ અર્જુનસિંગ સિસોદિયા (22)(ગોહાવાડા, ખેરવાડા, ઉદેપુર, રાજસ્થાન)ને નોકરી રાખ્યો હતો. અમનદિપસિંગે મહિપાલસિંગને પૂછતાં તે હથિયાર વિશે કશું જાણતો નહીં હોવાનું રટણ કરી રહ્યો હતો. આથી અમનદીપસિંગે આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ ગીતાબહેન ચૌધરીએ મહિપાલસિંગની ધરપકડ કરીને પિસ્ટલ અને 10 કારતૂસ કબજે કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ધરપકડ:વેપારીના 25 ગ્રામ સોનાના સિક્કા પડાવનારા 3 પકડાયા
    Next Article
    Oscars 2026 Winners LIVE Updates: Sinners, One Battle After Another lock horns one last time; Timothée Chalamet, Michael B Jordan vie for top honours

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment