Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામ ગામની વાત:નાળાસરમાં ધરોઆઠમે મહિલાઓ ઘાસ કાપતી નથી

    2 days ago

    પાલનપુર તાલુકાના નાળાસર ગામમાં ધરો આઠમના પર્વે શ્રદ્ધાનો અનોખો નજારો જોવા મળ્યો છે. પેઢીઓ જૂની પરંપરાને વળગી રહીને આજે પણ ગામની મહિલાઓ ઘાસ કાપતી નથી. આ પવિત્ર દિવસે ખેતરમાં જઈને ઘાસ કાપવાની તમામ જવાબદારી માત્ર પુરુષો જ નિભાવે છે. આ અનોખા રિવાજ સાથે ગ્રામજનોએ નજીકના વાસડા ગામે બિરાજમાન ધારમાતાના મંદિરે પલ્લી ભરીને ધન્યતા અનુભવે છે. પાલનપુર તાલુકાના નળાસર ગામમાં ધરો આઠમના દિવસે મહિલાઓ માટે એક ખાસ નિયમ પાળવામાં આવે છે. પરંપરા મુજબ, આ દિવસે મહિલાઓ લોખંડનું દાતરડું પકડીને ઘાસ કાપી શકતી નથી. પશુઓ માટે ચારાની વ્યવસ્થા માત્ર પુરુષો જ કરે છે. ગ્રામજનો માને છે કે આ પરંપરા જાળવવાથી ગામ પર કોઈ આફત આવતી નથી અને પશુધન સુરક્ષિત રહે છે. ધરો આઠમના દિવસે નળાસરના ગ્રામજનો મોટી સંખ્યામાં પાડોશી ગામ વાસડા સ્થિત ધારમાતાના મંદિરે પહોંચે છે. અહીં પરંપરાગત રીતે માતાજીની પલ્લી ભરવામાં આવે છે . માતાજીના ચરણે શીશ ઝુકાવી ગ્રામજનોએ સુખ-શાંતિની પ્રાર્થના કરે છે.​ મંદિરે પલ્લી ભર્યા બાદ ધારમાતાને શુદ્ધ ઘીમાંથી બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ગામના અગ્રણી પ્રતાપજી ઠાકોરે જણાવ્યું હતું કે "અમારા બાપ-દાદાના વખતથી આ રિવાજ છે. મહિલાઓ ઘાસ ન કાપે અને ધારમાતાની પલ્લી ભરાય, આ આસ્થા જ અમારા ગામને એક તાંતણે બાંધી રાખે છે.
    Click here to Read More
    Previous Article
    ચોરીનો મામલો આવ્યો સામે:સરકારી બોરનો 25 મીટર કેબલ ચોરાયો
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:ઉ.ગુ.માં કુપોષણનું ગ્રહણ: પાંચ જિલ્લામાં 55,166‎બાળકો કુપોષિત, બનાસકાંઠામાં સૌથી વધુ 19,391‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment