Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં માતૃશક્તિએ હિન્દુ સંમેલનનું આયોજન કર્યું:બહેનોએ આયોજન-સંચાલન કર્યું, પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ગોવર્ધન વસ્તી દ્વારા એક ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની મુખ્ય વિશેષતા એ રહી કે જિલ્લામાં પ્રથમ વખત માતૃશક્તિ એટલે કે બહેનો દ્વારા તેનું સંપૂર્ણ આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધાર્મિક ભાવના, સામાજિક એકતા અને સંસ્કૃતિ પ્રત્યેનો ગર્વ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. સંમેલન પૂર્વે બહેનોની આગેવાનીમાં એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરાયું હતું. વેરાવળના ટાવર ચોકથી શરૂ થયેલી આ રેલી સંમેલન સ્થળ કપીશ્વર પાર્ટી પ્લોટ સુધી પહોંચી હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી વખતે જુદા જુદા સમાજ અને સંગઠનો દ્વારા તેનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. બહેનોના ઉત્સાહ અને દેશભક્તિભેર નારા સાથેની આ રેલી શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. વેરાવળ સ્થિત કપીશ્વર પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ સંમેલનમાં અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન કાર્તિકેયભાઈ પારેખ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જુનાગઢ વિભાગના કાર્યવાહ જીતેન્દ્રભાઈ સાલસિયા અને વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપ. બેંક લી.ના ડિરેક્ટર બિંદુબેન ચંદ્રાણીએ હિંદુત્વ, સંસ્કાર અને સામાજિક એકતા અંગે પ્રેરક વક્તવ્યો આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભીડીયા માછીમાર સમાજની દીકરીઓએ દંડ સાથેની વિશિષ્ટ કૃતિ રજૂ કરી હતી. આ ઉપરાંત, નાના ભૂલકાઓ દ્વારા લગભગ 15 મિનિટ સુધી સંસ્કૃતના કંઠસ્થ શ્લોકોનું પઠન કરવામાં આવ્યું હતું, જે ઉપસ્થિત સૌ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે સમાજ અને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપતા વ્યક્તિઓનું સન્માન પણ કરાયું હતું. હિન્દુ સંમેલન જેવા કાર્યક્રમોનો મુખ્ય હેતુ ધર્મની સેવા, સંસ્કૃતિનું સંરક્ષણ, સમાજમાં એકતા અને સંસ્કારોનું સંવર્ધન કરવાનો હોય છે. વેરાવળમાં યોજાયેલું આ સંમેલન પણ એ જ ભાવનાને મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ મંચ સાબિત થયું. સમગ્ર આયોજનથી લઈને સંચાલન સુધીની તમામ જવાબદારી બહેનો દ્વારા સફળતાપૂર્વક નિભાવવામાં આવી હતી, જે નારી શક્તિ અને સંગઠન શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
    Click here to Read More
    Previous Article
    અંબાજી મંદિર વિવાદ મામલે રવિવારે પણ તપાસનો ધમધમાટ:પૂજારી સહિત 22ના નિવેદનો લેવાયા, વીડિયોગ્રાફી કરવામાં આવી; કલેકટરને રિપોર્ટ સોંપાશે
    Next Article
    ઘરફોડ ચોરી કરતા બંટી-બબલી ઝડપાયા:વેપારી સાથે રૂ.20 લાખનું સાયબર ફ્રોડ, વિંટી ચોર્યાનો આરોપ લાગતા પરિણીતાનો આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment