Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ચેટીચંદ પૂર્વે ભવ્ય બાઇક રેલી:ભારતીય સિંધુ સભા યુવા ટીમે આયોજન કર્યું, 'જય ઝૂલેલાલ'ના નાદ ગુંજ્યા

    10 hours ago

    ગોધરામાં ચેટીચંદ પર્વ પૂર્વે ભારતીય સિંધુ સભા યુવા ટીમ દ્વારા 15 માર્ચે સાંજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ રેલીમાં 'જય ઝૂલેલાલ'ના નાદથી શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. "બી ફોર ચેટીચંદ" ના ઉપલક્ષમાં યોજાયેલી આ રેલીમાં સિંધી સમાજના યુવાનો, બાળકો અને વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાયા હતા. આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં એકતા અને સંસ્કૃતિનું જતન કરવાનો હતો. રેલીનો પ્રારંભ લાલ બાગ બસ સ્ટેન્ડ ખાતે પરંપરાગત પૂજા-અર્ચના અને ઈષ્ટદેવના આશીર્વાદ સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે કલાલ દરવાજા, પાંજરાપોળ, એલ.આઇ.સી. રોડ, વિશ્વકર્મા ચોક, સિવિલ હોસ્પિટલ રોડ, બહારપુરા, ભૂરાવવા ચોકડી, પાવર હાઉસ અને ઝૂલેલાલ સોસાયટી સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી. બાઇક રેલીનું સમાપન લાલ બાગ બસ સ્ટેન્ડ ખાતે જ થયું હતું. સેંકડો બાઇક સવારોએ પોતાના વાહનો પર ધર્મધજા લગાવી 'જય ઝૂલેલાલ' અને 'આયો લાલ, ઝૂલેલાલ' ના નારા લગાવ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીનું પુષ્પવર્ષા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મોતની અફવા વચ્ચે નેતન્યાહૂ કોફી પીતા જોવા મળ્યા:રેસ્ટોરન્ટનો વીડિયો શેર કર્યો, AI વીડિયોથી ઈઝરાયલી વડાપ્રધાનના મોતના સમાચાર ફેલાયા હતા
    Next Article
    Manek Chowk Food Market | માણેકચોકમાં લારીઓ પર રાંધણ ગેસના સિલિન્ડરનો સ્ટોક ખૂટવાને આરે | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment