Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકા-નાગેશ્વર રોડ પર બુલેરો-કાર અકસ્માત:એક વ્યક્તિ ઘાયલ, નવા ડિવાઈડર જોખમી બન્યા

    10 hours ago

    દ્વારકા-નાગેશ્વર માર્ગ પર આજે બુલેરો અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોમાં નવા બનેલા ડિવાઈડરની સુરક્ષા વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત દ્વારકા-નાગેશ્વર રોડ પર થયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા જ આ માર્ગ પર નવા ડિવાઈડર મૂકવામાં આવ્યા છે. જોકે, આ ડિવાઈડર પર યોગ્ય સૂચના, રિફ્લેક્ટર કે પૂરતી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. જેના કારણે રાત્રિના સમયે અથવા ઝડપથી આવતા વાહનચાલકો માટે તે જોખમરૂપ બની રહ્યા છે. નવા ડિવાઈડર બન્યા પછી આ જ વિસ્તારમાં અત્યાર સુધીમાં ચારથી વધુ નાના-મોટા અકસ્માતો બન્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં રોડ સેફ્ટી અંગે નારાજગી પ્રવર્તી રહી છે. લોકો દ્વારા સંબંધિત તંત્રને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા, ડિવાઈડર પર રિફ્લેક્ટર લગાવવા અને ચેતવણીના બોર્ડ મૂકવાની તાત્કાલિક માંગ કરવામાં આવી રહી છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    BCCI એવોર્ડ સેરેમની- શેફાલી વર્માને જગમોહન દાલમિયા ટ્રોફી:ગિલ-સ્મૃતિને ક્રિકેટર ઓફ ધ યર, દ્રવિડ-મિથાલીને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળશે
    Next Article
    જાહેરમાં છેડતી કરનાર યુવકે મહિલા સામે જ ઉઠકબેઠક કરી, VIDEO:ઈલોરા પાર્કમાં રસ્તે ચાલીને જઈ રહેલી મહિલાની છેડતી કરી, સીસીટીવીના આધારે પોલીસે ઝડપી સાન ઠેકાણે લાવી દીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment