Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અમેરિકા- ઈરાન યુદ્ધ પૂરું, ટ્રમ્પે કહ્યું- ડીલ સાઈન; વૈભવ સૂર્યવંશી મામલે BCCI દખલ નહીં કરે, વરસાદ માટે હજી અઠવાડિયું રાહ જુઓ

    1 day ago

    નમસ્તે, અમેરિકા-ઈરાન યુદ્ધ ખતમ થઈ ગયું છે. બંને દેશો વચ્ચે સમજૂતી (ડીલ) પર હસ્તાક્ષર થઈ ગયા છે. બીજી તરફ, વૈભવ સૂર્યવંશી મામલામાં BCCI દખલ નહીં કરે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે MP-UP અને રાજસ્થાનમાં ચોમાસું ક્યારે પહોંચશે… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ મોદી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2,400 કરોડ રૂપિયાનું વિતરણ કરશે. 2. રાહુલ ગાંધીના જન્મદિવસ પર કોંગ્રેસ દેશના વિવિધ શહેરોમાં મહા રોજગાર મેળાનું આયોજન કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. અમેરિકા-ઈરાન યુદ્ધ સમાપ્ત, નિર્ધારિત તારીખના એક દિવસ પહેલાં કરાર થયા:બંને દેશના રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા, ટ્રમ્પ બૂમ પાડીને બોલ્યા- ડીલ સાઇન અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે વચગાળાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાત્રે ફ્રાન્સના પેલેસમાં આ સંબંધિત MoU પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હાજર હતા. ટ્રમ્પ પછી ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાને પણ ઈરાનથી ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર કર્યા. કરારની જાહેરાત ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે 5:30 વાગ્યે કરવામાં આવી. તે તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો. આ કરાર હેઠળ ઈરાન અને લેબનોનમાં સૈન્ય કાર્યવાહી સમાપ્ત કરવામાં આવશે. હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં આવશે અને અમેરિકાની નૌકાદળની નાકાબંધી સમાપ્ત કરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. યુક્રેને રશિયા પર સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો:1000થી વધુ ડ્રોન અને ક્રુઝ મિસાઇલો ઝીંકી; વિસ્ફોટમાં ઓઇલ ડેપો નષ્ટ, એકનું મોત યુક્રેને ગુરુવારે રશિયા પર યુદ્ધ શરૂ થયા પછીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો. રશિયાના રક્ષા મંત્રાલય મુજબ, આખી રાત લગભગ 1000 ડ્રોન અને ચાર ક્રુઝ મિસાઈલોને તોડી પાડવામાં આવી. તેમાંથી લગભગ 200 ડ્રોન રાજધાની મોસ્કો તરફ આગળ વધી રહ્યા હતા. હુમલામાં દક્ષિણ રોસ્તોવ ક્ષેત્રના એક તેલ ડેપોમાં આગ લાગી ગઈ, જેમાં એક વ્યક્તિનું મોત થયું. તે જ સમયે મોસ્કોની કપોતન્યા ઓઇલ રિફાઇનરી પર પણ હુમલો થયો. વિસ્ફોટ પછી ઓઇલ ડેપો ટેન્કનું ઢાંકણું ઘણા મીટર ઉપર ઉછળ્યું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઉદ્ધવની શિવસેનાની બેઠકમાં માત્ર 3 સાંસદ પહોંચ્યા:બાકીના 6 સાંસદને નોટિસ આપી; બળવાખોરોને Y+ સુરક્ષા મળી, સંજય રાઉતે સતત બીજા દિવસે ગાળો આપી દિલ્હીમાં શિવસેના (યુબીટી)ની સંસદીય દળની બેઠક યોજાઈ. બેઠકમાં 9માંથી માત્ર 3 લોકસભા સાંસદો અનિલ દેસાઈ, અરવિંદ સાવંત અને રાજાભાઉ વાજે પહોંચ્યા. પાર્ટીએ તેના તમામ લોકસભા સાંસદોને વ્હીપ જાહેર કરીને દિલ્હીમાં યોજાનારી બેઠકમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. બેઠકમાં પહોંચેલા સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે જે સાંસદો નથી આવ્યા, પાર્ટી તેમની વિરુદ્ધ નોટિસ જાહેર કરશે. યુબીટીના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે અમારા સાંસદોનું અપહરણ કરવામાં આવ્યું છે. જે બેઠકમાં આવશે તે અમારી સાથે છે, જે નહીં આવે તે ગદ્દાર. વાંચો સંપૂર્ણ સમાચાર 4. વૈભવ સૂર્યવંશીના મામલામાં BCCI દખલ નહીં કરે:બોર્ડ સેક્રેટરીએ કહ્યું- નિર્ણય લેવાનો અધિકાર મેચ રેફરી પાસે; શ્રીલંકાના ખેલાડીને ધક્કો માર્યો હતો BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ ગુરુવારે જણાવ્યું કે શ્રીલંકા Aના ખેલાડીને ધક્કો મારવાના મામલે વૈભવ સૂર્યવંશી પર શું કાર્યવાહી થવી જોઈએ, તેનો નિર્ણય લેવાનો અધિકાર મેચ રેફરી પાસે છે. BCCI તેમાં કોઈ દખલ નહીં આપે. સૈકિયાએ કહ્યું, આવી ઘટનાઓ રમતમાં બનતી રહે છે. આ માટે પહેલેથી જ સિસ્ટમ છે. તે જ સિસ્ટમનું પાલન કરવામાં આવશે. આમાં અમારી કોઈ ભૂમિકા નથી. 15 જૂને દાંબુલામાં શ્રીલંકા-Aએ ભારત Aને ટ્રાઈ સીરીઝની મેચમાં હરાવ્યું હતું. મેચનો નિર્ણય સુપર ઓવરમાં થયો હતો. સુપર ઓવર પછી વૈભવની શ્રીલંકાના ખેલાડીઓ સાથે દલીલ થઈ હતી. આના પર વૈભવે શ્રીલંકાના વિશાન હલામ્બાગેને ધક્કો માર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. રાજસ્થાન, MP-UP માં 22 જૂન સુધીમાં ચોમાસું નહીં પહોંચે:8 રાજ્યોમાં તાપમાન 40°C પાર; દેશમાં અત્યાર સુધીમાં 42% ઓછો વરસાદ મોન્સૂન 8 જૂનથી તેલંગાણાના ભદ્રાચલમમાં અટવાયેલું છે. તેના 22 જૂન પહેલાં રાજસ્થાન, યુપી અને એમપી પહોંચવાની સંભાવના નથી. હવામાન વિભાગ મુજબ, સામાન્ય રીતે મોન્સૂન 15-16 જૂન સુધીમાં એમપી, 18-20 જૂન સુધીમાં યુપી અને 20 જૂન સુધીમાં રાજસ્થાન પહોંચી જાય છે. આ વખતે ત્રણેય રાજ્યોમાં તેની એન્ટ્રી મોડી થશે. 4 જૂને કેરળ પહોંચ્યા પછી મોન્સૂન 13 દિવસમાં 19 રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે. મોન્સૂને સતત ત્રીજા વર્ષે જૂનમાં લાંબો બ્રેક લીધો છે. જોકે, 2024 અને 2025માં શરૂઆતી બ્રેક છતાં આખી સીઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. આ વર્ષે 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં સામાન્ય કરતાં 42% ઓછો વરસાદ થયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 'જુલાઈમાં સીમાંકન, મહિલા અનામત બિલ પાસ થઈ શકે':'2029 લોકસભા, વિધાનસભાની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ થશે', રાજકોટમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનું નિવેદન કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન જણાવ્યું હતું કે, દેશ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે. જેથી 2029 લોકસભા ચૂંટણી, તમામ વિધાનસભાની ચૂંટણીમાં પણ મહિલા અનામત લાગુ થશે. એટલું જ નહીં વધુમાં જણાવ્યું હતું કે, જુલાઈમાં સીમાંકન, મહિલા અનામત બિલ પાસ થઈ શકે છે. એટલે દેશમાં લોકસભાની સીટ પણ વધશે. આવતા દિવસોમાં મમતા બેનર્જીના 20 સાંસદ NDA સાથે જોડાઈ શકે છે. આ જ રીતે DMKના સભ્યોને પણ મેં પોતે નિવેદન કર્યું છે કે તેઓ પણ NDA સાથે જોડાવવું જોઈએ. જ્યારે મહારાષ્ટ્રમાં પણ ઉદ્ધવ ઠાકરે માટે પોતાના ધારાસભ્ય અને સાંસદ સભ્ય સંભાળી રાખવા પડકાર બની ગયો છે. આગામી સમયમાં મહિલા આરક્ષણ બિલ બહુમત સાથે પાસ થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. NEETની પરીક્ષાના 3 દિવસ પહેલા વિદ્યાર્થીનો આપઘાત:અમદાવાદમાં ફલેટના છઠ્ઠા માળેથી બેડરૂમની બાલ્કનીમાંથી નેટ તોડી છલાંગ લગાવી, નીચે પડતાં જ મોત અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ગઇકાલે(17 જૂન) મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફ્લેટના B બ્લોકમાં છઠ્ઠા માળેથી બેડરૂમની બાલ્કનીની જાળી કાપી મોતની છલાંગ લગાવી હતી. વિદ્યાર્થી નીચે પડતા સિકયુરિટી ગાર્ડને જાણ થઈ અને તેને અન્ય લોકોને જાણ કરી હતી. બનાવમાં વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. હાલ મૃતદેહને પીએમ માટે સિવિલ મોકલવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં મૃતક વિદ્યાર્થી NEETની પરીક્ષાની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું છે. મૃતકે NEETના વિકલ્પ તરીકે ફાર્મસીનું ફોર્મ પણ ભર્યું હતું. કયા કારણથી આત્મહત્યા કરી તે હજુ સુધી સામે આવ્યું નથી. બનાવની જાણ થતા સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઉદ્ધવની શિવસેનાની બેઠકમાં માત્ર 3 સાંસદ પહોંચ્યા:બાકીના 6 સાંસદને નોટિસ આપી; બળવાખોરોને Y+ સુરક્ષા મળી, સંજય રાઉતે સતત બીજા દિવસે ગાળો આપી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : વિશ્વભરમાં રેકોર્ડ 1.65 લાખ કરોડપતિઓ દેશ છોડશે:યુએઈ-સિંગાપોર પ્રથમ પસંદગી; અમેરિકનો સૌથી વધુ સ્થળાંતર કરી રહ્યા છે, વેલ્થ હબમાં ભારતનો સ્કોર 56.5 વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : 70 ફૂટની ઊંચાઈએ ફસાયા ચાર ગુજરાતી ફ્રેન્ડ્ઝ:ઉદયપુરમાં ભારે પવનથી ઝિપ લાઇન વચ્ચે અટકી ગયા, હવામાં લટકતા રહ્યા; રેસ્ક્યુ ટીમે અઢી મિનિટમાં બચાવ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર:પરમાણુ હથિયારો ન બનાવવાનું વચન, અમેરિકા-ઈરાનના 14 મુદ્દાના કરારની સંપૂર્ણ વિગત વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ટાટા મોટર્સની ગાડીઓ 1 જુલાઈથી મોંઘી થશે:કોમર્શિયલ વાહનોના ભાવ 2.5% સુધી વધશે; આ વર્ષે કિંમતોમાં આ બીજી વખત વધારો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : મંધાના T-20માં 600 ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટર:વર્લ્ડકપમાં છઠ્ઠી ફિફ્ટી ફટકારી, મિથાલી-હરમનપ્રીતને પાછળ છોડ્યા; દીપ્તિએ ઝૂલનની બરાબરી કરી વાંચો સંપૂર્ણ સમાચાાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : જેવું કર્મ તેવું ફળ આપતા ન્યાયાધીશ શનિદેવ:પનોતી રસ્તા પર લાવી દેશે કે કરોડપતિ બનાવશે? જાણો ગ્રહોના સરવૈયાની અનોખી વાર્તા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પ્રેમી પર કૂદી 136 કિલોની પ્રેમિકા અમેરિકામાં ઝઘડા દરમિયાન 136 કિલો વજન ધરાવતી મહિલા પોતાના 54 કિલો વજનના પ્રેમી પર કૂદી પડી હતી. જેના કારણે તે યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલામાં કોર્ટે મહિલાને દોષિત જાહેર કરી 36 વર્ષની જેલની સજા સંભળાવી છે. 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: ઈરાન યુદ્ધ તો અટક્યું, પરંતુ હોર્મુઝ ખુલવું હજુ પણ મુશ્કેલ, ક્યાં સુધી સસ્તાં થશે પેટ્રોલ-ડીઝલ, શું સ્થિતિ ફરી બગડી શકે છે 2. ભાસ્કર એનાલિસિસ : ઈરાન સામે ટ્રમ્પનું 'સરેન્ડર':110 દિવસ, 122 લાખ કરોડનું નુકસાન; ન સત્તા બદલાઈ, પરમાણુ પર પણ જૂની જ ડીલ 3. બ્લેકબોર્ડ: લોકોના ટોણાંથી કંટાળીને બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્ચું:ઓડિશનમાં કહેતા- તારું ફિગર બરાબર નથી, લોન લઈને સર્જરી કરાવી; મોડેલ બનવા નીકળેલી મિસ નોર્થ ઈન્ડિયાની કહાની 4. ભાસ્કર એનાલિસિસ : યુટ્યુબથી અબજોપતિ બન્યો, મિસ્ટર બિસ્ટના 500M સબસ્ક્રાઈબર:બ્લૂ ડાયમંડ બટન મળ્યું, મહિનાની 60 કરોડ કમાણી; જાણો મિસ્ટર બિસ્ટની 5 સક્સેસ ટ્રીક 5. પારકી પંચાત : ‘જીતુ વાઘાણીના પગ ધોઈ પાણી પીશ’:કીર્તિ પટેલે હઠ પકડી; ભાજપના નેતાઓનું અંધારામાં સન્માન, લાઈટનો જવાબ આપવામાં મંત્રીજીની ગેંગેંફેંફેં 6. 21 ગામ, 933 પરિવાર, બે રાજ્યોનો દાવો:ગામના લોકો પાસે બંનેના રાશન અને આધાર કાર્ડ, એક રાજ્યનું બતાવે તો ધરપકડ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મિથુન રાશિની મહિલાઓ માટે વિશેષ સિદ્ધિના યોગ, તુલા અને મકર રાશિને અટકેલા નાણાં પરત મળશે (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    Khan Sir case: Patna police in a fix over complaint in death of Raushan Anand’s brother
    Next Article
    US-Iran LIVE Updates: US Says It Has Lifted Naval Blockade Of Iranian Ports

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment