Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડવા તલાવડીમાં પાડોશીઓનો યુવક પર છરીથી હુમલો:ઘર પાસે ટોળા ભેગા કરવા બાબતે બે શખસે માર માર્યો; સંબંધીઓ આવી જતાં આરોપીઓ ફરાર

    8 hours ago

    ભાવનગર શહેરના વડવા તલાવડી વાલ્મિકી વાસ વિસ્તારમાં ઘર નજીક લોકોને ટોળા ભેગા થવા બાબતે પડોશીઓ વચ્ચે થયેલી બોલાચાલી દરમિયાન પડોશમાં જ રહેતા બે શખસે એક યુવકને ઢીકાપાટુ વડે મારમારી છરીથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે બનાવના પગલે પોલીસે બંને શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ લોકોને ભેગા ન કરવાનું કહી બબાલ કરી આ બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના વડવા તલાવડી વાલ્મિકી વાસ વિસ્તારમાં રહેતા વિપુલ મહેશભાઈ સરધારાએ નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગતરાત્રે તે પોતાના ઘર નજીક બેઠો હતો. ત્યારે પાડોશમાં રહેતા ભરત વિનોદભાઈ ચૌહાણ અને અમિત જેરામભાઈ ચૌહાણ ત્યાં આવી તેમને ઘરની નજીક લોકોના ટોળા ભેગા ન કરવા બાબતે કહ્યુ હતું. છરી મારતા આંખના ભાગે ઈજા આ બાબતે બોલાચાલી થતા બંન્ને ઉશ્કેરાઈ જઈ વિપુલને ઢીકાપાટુ વડે માર માર્યો હતો. દરમિયાન ભરતે તેમના માથાના વાળ પકડી રાખ્યા અને અમિતે છરીથી હુમલો કરી જેમાં વિપુલના આંખના ભાગે ઈજા પહોંચી હતી. આ દરમિયાન વિપુલના સંબંધીઓ દોડી આવતા વધુ મારથી તેને છોડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બન્ને શખસ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો ઈજાગ્રસ્ત વિપુલને સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ પગલે પોલીસે ભરત ચૌહાણ અને અમિત ચૌહાણ સામે BNS 118(1), 115(2), 352, 351(2), 351(3), 54 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં સ્ટેટ IBનો સિનિયર ઓફિસર 80 હજારની લાંચ લેતા ઝડપાયો:રાજકારણીના પોલીસ પ્રોટેકશનની અરજીમાં પોઝિટિવ અભિપ્રાય આપવા લાંચ માગી હતી
    Next Article
    Iran Warns Of '9/11 Style' False Flag Plot By 'Epstein Network'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment