Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં સ્ટેટ IBનો સિનિયર ઓફિસર 80 હજારની લાંચ લેતા ઝડપાયો:રાજકારણીના પોલીસ પ્રોટેકશનની અરજીમાં પોઝિટિવ અભિપ્રાય આપવા લાંચ માગી હતી

    8 hours ago

    ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આજે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવવામાં આવેલા એક છટકામાં સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોમાં ફરજ બજાવતો એક અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલીજન્સ ઓફીસર કેતન ગીરીશભાઇ દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યુ કરવા માટે પોઝીટીવ અભિપ્રાય આપવાના બદલામાં 80 હજાર રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને દબોચી લીધો છે. પોલીસ પ્રોટેકશનની અરજી બાબતે સકારાત્મક અભિપ્રાય આપવા બદલ લાંચ માગી આ કેસની વિગત એવી છે કે, ફરિયાદીને અગાઉથી જ પોલીસ પ્રોટેક્શન મળેલું હતું. આ પ્રોટેક્શનની મુદ્દત વધારવા એટલે કે રીન્યુ કરાવવા માટે ફરિયાદીએ વિધિવત અરજી કરી હતી. આ સરકારી પ્રક્રિયાના ભાગરૂપે આરોપી કેતન દવેએ આ અરજી પર સકારાત્મક અભિપ્રાય મોકલી આપવા માટે ફરિયાદી પાસે નાણાંની માંગ કરાઈ હતી. તેણે પોઝીટીવ અભિપ્રાય આપવા ફરિયાદી પાસે 80,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જોકે જાગૃત નાગરિકે આ લાંચ આપવાને બદલે ગાંધીનગર એસીબી એકમનો સંપર્ક સાધી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેના પગલે ગાંધીનગર એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. 80 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો આ દરમિયાન ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે આવેલા સૌરાષ્ટ્ર ગાંઠીયા રથની સામે રોડ પર જ્યારે ફરિયાદી પોતાની ગાડીમાં હાજર હતા.ત્યારે આરોપી કેતન ત્યાં પહોંચ્યો હતો. બાદમાં ગાડીની અંદર જ આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. જેવી આરોપીએ 80 હજારની રકમ હાથમાં લીધી તેવી જ વોચમાં રહેલી એસીબીની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ પકડી લીધો હતો. આ સમગ્ર ટ્રેપની કામગીરી ગાંધીનગર એસીબી એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચાવડા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપરવિઝન હેઠળ અને અમદાવાદના નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબીએ હવે આ મામલે આરોપીની વધુ પૂછપરછ અને અન્ય મિલકતોની તપાસ માટેની તજવીજ તેજ કરી છે. કેતન દવે હાલ સાણંદ સેન્ટર ખાતે કાર્યરત આ અંગે સૂત્રોએ જણાવ્યું કે , ફરિયાદી એક રાજકીય વ્યક્તિ છે. જેમના પોલીસ પ્રોટેક્શન માટેની મુદત વધારવા માટે અરજી કરવામાં આવી હતી. જે અરજીના પોઝિટિવ અભિપ્રાય માટે દવે કેતને લાંચ માંગી હતી. વર્ષ 2010માં કેતન પોલીસ ખાતામાં પીએસઆઇ તરીકે જોડાયો હતો. બાદમાં પ્રમોશન મેળવીને પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો હતો. જે હાલમાં અમદાવાદ રિજિયન સાણંદ સેન્ટર ખાતે એક ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સિનિયર ઈન્ટેલિજન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.
    Click here to Read More
    Previous Article
    What happens to the body when you eat besan cheela for breakfast everyday
    Next Article
    વડવા તલાવડીમાં પાડોશીઓનો યુવક પર છરીથી હુમલો:ઘર પાસે ટોળા ભેગા કરવા બાબતે બે શખસે માર માર્યો; સંબંધીઓ આવી જતાં આરોપીઓ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment