Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દૂધના ભાવ મુદ્દે પશુપાલકો આક્રમક, પોલીસની ટીંગાટોળી:દહેગામમાં સાંસદ હસમુખ પટેલને પરચો બતાવે તે પહેલા જ અટકાયત; સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કારની ચીમકી

    20 hours ago

    ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પશુપાલકો અને ઉત્તમ ડેરી વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે 15 માર્ચને રવિવારે દહેગામ પાલિકાના ઔડા ગાર્ડન ખાતે આયોજિત વિકાસ કાર્યોના લોકાર્પણમાં પધારેલા સાંસદ હસમુખ પટેલને પશુપાલકો પોતાની શક્તિનો પરચો બતાવવાના હતા. જોકે, પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને અગાઉથી લેવાયેલા પગલાંઓને કારણે પશુપાલકોની રણનીતિ નિષ્ફળ રહી હતી. રજૂઆત પહેલાં જ પશુપાલકોની અટક આજના કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી પશુપાલક આગેવાનો સહિત અંદાજે 100 જેટલા લોકોની અટકાયત કરી હતી. પશુપાલકોનો મૂળ વિચાર સાંસદને ફૂલહારના બદલે દૂધ આપીને પોતાની વેદના રજૂ કરવાનો હતો, પરંતુ પોલીસ કાર્યવાહીને કારણે કાર્યક્રમ નિર્વિઘ્ને સંપન્ન થયો હતો. અગાઉ ટ્રેક્ટર યાત્રા પણ પોલીસતંત્રએ નિષ્ફળ બનાવી હતી છેલ્લા પાંચ દિવસથી પશુપાલકો ઉત્તમ ડેરીમાં દૂધ ભરી રહ્યા નથી. સેંકડો પશુપાલકોની માગ છે કે, અમદાવાદ સંઘ (ઉત્તમ ડેરી) તેમની પડતર માંગણીઓનો સ્વીકાર કરે. અગાઉ સચિવાલય સુધી ટ્રેક્ટર યાત્રા કાઢવાનો પ્રયાસ પણ તંત્ર દ્વારા રોકી દેવામાં આવ્યો હતો, જેનાથી પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારની ચીમકી આજની અટકાયત બાદ પશુપાલકો વધુ આક્રમક બન્યા છે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમે માત્ર આંદોલન જ નહીં કરીએ, પરંતુ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પણ સંપૂર્ણ બહિષ્કાર કરીશું.
    Click here to Read More
    Previous Article
    મંદિરમાં ગાંજા-જુગારની મહેફિલ:દારુના અડ્ડાના ઝઘડામાં યુવતીની ધમાલ, વતન જવા રેલવે સ્ટેશને લાંબી લાઈનો; સગીરા પર ચાર લોકોએ સામુહિક દુષ્કર્મ આચર્યું
    Next Article
    'Protect Territory To Protect Identity': Sarbananda Sonowal At NDTV Assam Power Play

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment