Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદિરમાં ગાંજા-જુગારની મહેફિલ:દારુના અડ્ડાના ઝઘડામાં યુવતીની ધમાલ, વતન જવા રેલવે સ્ટેશને લાંબી લાઈનો; સગીરા પર ચાર લોકોએ સામુહિક દુષ્કર્મ આચર્યું

    9 hours ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો. ભાજપના એક વ્હોટ્સએપ ગૃપમાં કાર્યકર્તાઓએ અમરાઈવાડીના ધારાસભ્ય ડો. હસમુખ પટેલ સામે રોષ વ્યક્ત કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસે શરુ કરી સ્થાનિક સ્વરાજ માટેની તૈયારીઓ કોંગ્રેસે સોમનાથ દાદાના દર્શન કરી સ્થાનિક સ્વરાજ માટે સંગઠન મજબૂત કરવાની તૈયારી શરુ કરી. જો કે દરમિયાન સોમનાથ વિધાનસભાના જ ધારાસભ્ય વિમલ ચુડાસમાની સૂચક ગેરહાજરીએ કોંગ્રેસના આંતરિક વિવાદને લઈને સવાલો ઉભા કર્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંબાજી મંદિર વિવાદ મામલે તપાસ તેજ જૂનાગઢના ગીરનારમાં અંબાજી મંદિર વિવાદ મામલે તપાસનો ધમધમાટ. આજે રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીએ પૂજારી, PRO અને રસોયા સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. .11 લોકોના નિવેદન નોંધવામાં આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રામેશ્વર મંદિર બન્યું અસામાજિક તત્ત્વોનો અડ્ડો આ તરફ અમદાવાદના ઘાટલોડિયાના રામેશ્વર મંદિરના કમ્પાઉન્ડમાં દારુ અને ગાંજાની મહેફિલ જામતી હોવાનો આક્ષેપ.. મંદિર ટ્રસ્ટે કહ્યું કે મંદિર બંધ થયા બાદ પરિસર અને ગાર્ડનમાં અસામાજિક તત્ત્વો અડ્ડો જમાવે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બમ્પ કૂદાવી કાર ચાલકે બાઈકસવારને ટક્કર મારી વડોદરામાં સ્પીડ બ્રેકર હોવા છતાં બેફામ સ્પીડમાં આવતા કાર ચાલકે બાઈકસવારને ટક્કર મારી.. યુવક 20ફૂટ દૂર જઈને પટકાયો અને તરફડિયા મારતો રહ્યો. જો કે કારચાલક ત્યાંથી તાત્કાલિક ભાગી છૂટ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગીરા પર 4 શખ્સોએ ગેંગરેપ કર્યો સુરતના ઉમરપાડામાં સગીરા પર ગેંગરેપની ઘટના સામે આવી. 4 શખ્સોએ અવાવરુ જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દારુના અડ્ડાના ઝઘડામાં યુવતીએ મચાવી ધમાલ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં દેશી દારુના અડ્ડા બાબતે એક યુવતીએ ધમાલ મચાવી. હાથમાં છરો લઈને યુવતીએ તલવારની જેમ ફેરવી બેફામ ગાળો ભાંડી..પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રકે બાઈકને ટક્કર મારતા બે યુવકોના મોત અમદાવાદ -મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બે યુવકોના મોત થયા. ટક્કર એટલી ભયાનક હતી કે હાઈવે પર માંસના લોચા વિખેરાયા. પતિના મૃતદેહ પાસે મહિલાના હૈયાફાટ આક્રંદે સૌ કોઈને હચમચાવી નાખ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પકડી મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધને કારણે સર્જાયેલી ગેસની અછતને પગલે હવે પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પકડી..સુરતના વીવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો વતન જવા રવાના થયા..રેલવે સ્ટેશન પર લાંબી લાઈનો લાગેલી જોવા મળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભદ્ર પાથરણાં બજાર ફરી ધમધમતું થયું HCના આદેશ બાદ ભદ્ર પાથરણાં બજાર ફરી ધમધમતું થયું. જો કે AMCએ વેરિફિકેશન કરીને વ્યવસ્થા ના કરતાં ગમે તેમ બેસી ગયા, ફરી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Bihar man uses AI to create ‘objectionable’ images of Nitish Kumar’s son and MLA Maithili Thakur, arrested
    Next Article
    દૂધના ભાવ મુદ્દે પશુપાલકો આક્રમક, પોલીસની ટીંગાટોળી:દહેગામમાં સાંસદ હસમુખ પટેલને પરચો બતાવે તે પહેલા જ અટકાયત; સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કારની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment