Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં દર્શનાર્થીઓને 'ધતુરા'નું પીણું પીવડાવી લૂંટતી ગેંગ ઝડપાઈ:ભક્તોને બેભાન કરી દાગીના-રોકડની લૂંટ ચલાવતા, ગુનાહિત ઇતિહાસ ધરાવતા ભાવનગરના બે આરોપી જેલહવાલે

    10 hours ago

    જગત મંદિર દ્વારકાના દર્શનાર્થે આવતા ભોળા ભક્તોને વિશ્વાસમાં લઈ, તેમને નશીલું પીણું પીવડાવી લૂંટી લેતી એક શાતિર ટોળકીનો દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ પર્દાફાશ કર્યો છે. ભાવનગર જિલ્લાના બે શખસને રૂ. 3.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસે યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. મોડસ ઓપરેન્ડી: મીઠી વાતો અને ધતુરાનો પાવડર આરોપીઓ ખાસ કરીને વૃદ્ધ અને નિર્દોષ દર્શનાર્થીઓને નિશાન બનાવતા હતા. જામજોધપુરના પ્રવાસીઓ બન્યા હતા ભોગ તાજેતરમાં હોળી-ધુળેટીના ફૂલડોલ ઉત્સવ દરમિયાન જામજોધપુર પંથકથી આવેલા બે દર્શનાર્થીને આ ટોળકીએ નિશાન બનાવ્યા હતા. તેમને શેરડીના રસમાં ધતુરો પીવડાવી સોનાના ઠોરીયા અને રોકડની લૂંટ ચલાવી હતી. આ અંગે દ્વારકા પોલીસ મથકે ગુનો નોંધાતાં પોલીસ એક્શનમાં આવી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો… પોલીસની કામગીરી અને ધરપકડ જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચનાથી LCB પીઆઈ બી.જે. સરવૈયાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. ખંભાળિયા-પોરબંદર હાઈવે પર રેલવે ફાટક પાસે વોચ ગોઠવી પોલીસે બે આરોપીને દબોચી લીધા હતા: જપ્ત કરાયેલો મુદ્દામાલ પોલીસની જનતાને અપીલ આ સફળ કામગીરી બાદ પોલીસે યાત્રિકો અને સ્થાનિક જનતાને સાવચેત રહેવા અપીલ કરી છે. કોઈપણ અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવતી ખાવા-પીવાની વસ્તુઓનો સ્વીકાર ન કરવો અને શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો.
    Click here to Read More
    Previous Article
    પાટણ રોટરી ક્લબ દ્વારા થેલેસેમિયા સેન્ટરનું લોકાર્પણ:52મા ચાર્ટર ડે નિમિત્તે શંકુઝ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય કિરીટ પટેલની ઉપસ્થિતમાં શુભારંભ
    Next Article
    Patan Crime News | દાતરવાડા ગામના યુવકના અપહરણના CCTV ફૂટેજ સામે આવ્યા | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment