Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરુ:બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં આજે ચૂંટણીની જાહેરાત; પાંચેય વિધાનસભાઓનો કાર્યકાળ મે સુધી

    20 hours ago

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને ચૂંટણી કમિશનર રાજીવ કુમાર વિજ્ઞાન ભવનમાં પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી રહ્યા છે. ચૂંટણી કમિશનરે કહ્યું, “હું યુવાનો અને પહેલી વાર મતદાન કરનારાઓને તેમના જીવનની સૌથી મોટી જવાબદારી નિભાવવા અપીલ કરું છું. તેમણે મતદાન કરવું જ જોઈએ.” આજે ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ ચાલું છે. બંગાળ, આસામ અને તમિલનાડુમાં બે તબક્કામાં અને કેરળ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની ધારણા છે. પાંચેય વિધાનસભાઓનો કાર્યકાળ મે મહિનામાં પુરો થાય છે. પાંચેય રાજ્યો માટે 2021ની ચૂંટણીઓની જાહેરાત 26 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. ગયા વર્ષે બંગાળમાં આઠ તબક્કાની ચૂંટણીઓ, આસામમાં ત્રણ તબક્કાની ચૂંટણીઓ અને તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં એક તબક્કાની ચૂંટણીઓ યોજાઈ હતી. 5 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ વાંચો...
    Click here to Read More
    Previous Article
    અમેરિકા-ઈઝરાયલ સાથે વાતચીત કરવા ઈરાન તૈયાર:કહ્યું- પહેલાં યુદ્ધ ખતમ કરવાની ગેરંટી મળે, નેતન્યાહુને શોધીને મારવાની ધમકી આપી
    Next Article
    દરિયાનું પાણી પી શકાશે, લક્ષદ્વીપમાં બની રહ્યો છે પ્લાન્ટ:આ 1000 મીટર ઊંડાઈથી પાણી લાવીને પીવાલાયક બનાવશે; 24 કલાક વીજળી પણ મળશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment