Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકા-ઈઝરાયલ સાથે વાતચીત કરવા ઈરાન તૈયાર:કહ્યું- પહેલાં યુદ્ધ ખતમ કરવાની ગેરંટી મળે, નેતન્યાહુને શોધીને મારવાની ધમકી આપી

    1 day ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 16મો દિવસ છે. આ દરમિયાન ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કહ્યું છે કે જો ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ જીવતા હશે તો તેમને શોધીને મારી નાખશે. અલ જઝીરા મુજબ, IRGCએ કહ્યું કે 'જો બાળકોનો હત્યારો જીવતો હશે, તો અમે પૂરી તાકાતથી તેનો પીછો કરીશું અને તેને મારી નાખીશું.' જોકે, 13 માર્ચે નેતન્યાહુનો એક વીડિયો મેસેજ સામે આવ્યો હતો. આ દરમિયાન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. કેટલીક પોસ્ટમાં તેમની હત્યા થઈ હોવાનો અથવા દેશ છોડી દીધો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ પીએમ કાર્યાલયે તેને સંપૂર્ણપણે નકલી ગણાવ્યો છે. દાવો કરવામાં આવ્યો હતો કે ઇરાનના હુમલામાં નેતન્યાહુની હત્યા થઈ ગઈ છે અથવા તેઓ જર્મની ભાગી ગયા છે. પીએમ કાર્યાલયે નિવેદન જારી કરીને કહ્યું કે વડાપ્રધાન સુરક્ષિત છે અને આવા સમાચાર ફેક ન્યૂઝ છે. 13 માર્ચે આવેલાં નેતન્યાહુનો એક વીડિયો મેસેજ સામે આવ્યો. તેમાં તેમણે કહ્યું કે ઇઝરાયલ ઇરાન અને હિઝબુલ્લાહ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે. આ જ વીડિયોના એક ફ્રેમમાં તેમના જમણા હાથમાં છ આંગળીઓ દેખાતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પછી કેટલાક યુઝર્સે વીડિયોને AI અથવા ડીપફેક ગણાવ્યો હતો. લોકોનું કહેવું હતું કે, આ અસલી નેતન્યાહુ નથી. ઈરાને કહ્યું- સુપ્રીમ લીડર મુજતબા સંપૂર્ણપણે સ્વસ્થ ઈરાને કહ્યું છે કે દેશના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. આ પહેલા બ્રિટિશ મીડિયા ધ સને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે મુજતબા 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઘાયલ થયા હતા. ત્યારથી તેઓ કોમામાં છે અને તેમનો એક પગ પણ કાપવો પડ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડે પણ કહ્યું હતું કે મુજતબા ઘાયલ થયા છે. જોકે અરાઘચીએ આ દાવાઓને નકારી કાઢ્યા છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Assembly Election 2026: किसने चली कौन सी चाल? Tamil Nadu Puducherry | West Bengal | Amar Ujala
    Next Article
    ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરુ:બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં આજે ચૂંટણીની જાહેરાત; પાંચેય વિધાનસભાઓનો કાર્યકાળ મે સુધી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment