Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોરોનાકાળ જેવી સ્થિતિ ન થાય તે પહેલા વતનની વાટ પકડી:સુરતના વીવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરપ્રાંતીયો વતન રવાના, રેલવે સ્ટેશન પર લાંબી લાઈન

    14 hours ago

    મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધનાં તણાવથી રાંધણ ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે, તેને કારણે હવે સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત રોજબરોજનાં ગેસ વપરાશને લઈને કટોકટી ભરી બની ગઈ છે. ગેસની બોટલો કાળા બજારમાં ચારથી પાંચ ધણા ભાવે વેચાઈ રહી છે, જે શ્રમિકોને કોઈ કાળે પરવડે તેવું નથી. ગેસ સંકડ વચ્ચે હવે તેમની ધીરજનાં બાણ ખુટી જતાં અને કોરોનાકાળ જેવી સ્થિતિ ન સર્જાય તેવા ડરથી પરપ્રાંતિઓ વતનની વાટ પકડી રહ્યાં છે. આજે 15 માર્ચે રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રૂ.3000 દેતા પણ ગેસ સિલિન્ડર ન મળતો હોવાની ફરિયાદ 15 દિવસોથી મિડલ ઇસ્ટમાં યુદ્ધની વધી રહેલી કટોકટીને કારણે તેની સિધી અસર રસોઈથી માંડીને રોજીદાં જીવન ઉપર પણ પડી રહી છે. સામાન્ય 1200 રૂપિયાને ભાવે મળતો ગેસ સિલિન્ડર હવે 2500થી લઈને 3000 રૂપિયા કિંમત ચુકવ્યા બાદ પણ નથી મળી રહ્યો. રાંધણ ગેસની વધતી જતી કાળા બજારી વચ્ચે શ્રમિકો એ તેમના વતન જવુ વધૂ મુનાસિબ સમજી રહ્યાં છે. છેલ્લા બે દિવસોથી સુરત અને ઉધના રેલવેે સ્ટેશન ઉપર શ્રમિકો વતન તરફ પ્રયાણ કરતા નજરે ચડી રહ્યાં છે. સવારે 8:00 કલાકની ઉધના દાનાપુર ટ્રેન અને 10:30 કલાકે તાપ્તી ગંગા ટ્રેનમાં શ્રમિકોની મહત્તમ ભીડ જોવા મળી રહી છે. ટ્રેનમાં બેસવા રીતસર લાઈનો લાગી રહી છે. કોરોના જેવી સ્થિતિ ન સર્જાય તે માટે કામદારો વતન રવાનાઃ વિજય માંગુકિયા વિજય માંગુકિયા (અંજની ઈન્ડસ્ટ્રીયલ અને વિવર્સ એસોશિએશનના પ્રમુખ)એ જણાવ્યું હતું કે, અત્યારે તકવાદીઓ જે તકનો લાભ ઉઠાવી રહ્યા છે અને જે રીતે કામદારોમાં એક જ્યારે ભૂતકાળની અંદર કોરોના કાળ આવ્યો હતો અને લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને કામદારોને જે તકલીફ પડી હતી એ દોહરાય નહીં એના માટે કામદારોએ વતનની વાટ પકડી છે. વીવિંગમાં 50% જેટલા કામદારો અત્યારે હાલમાં જે સ્થિતિ સર્જાય, ત્યાર પછી એમના ગામ તરફ જતાં જોવા મળ્યા છે. ત્યાર પછી જે વીવિંગ ઉદ્યોગની અંદર 30થી 40 રૂપિયા જે ભાવ વધારો યાર્નના ડીલરો દ્વારા ઝીંકી દેવામાં આવ્યો છે એ પણ સ્થિતિ બગાડી રહ્યો છે. વીવર્સ પણ વિચારી રહ્યા છે કે, કારખાના કેવી રીતે ચલાવવા. ‘કલેક્ટરને લેખિત અને મૌખિક રજૂઆત કરીશું’ જ્યારે કામદારોને ગેસના બાટલાની અછત હોય અને અમારા દ્વારા કલેક્ટરને સોમવારે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવશે. અમે રજૂઆત કરીશું કે, જો 50થી 60% જ અમારી ફેક્ટરી વીવિંગ ઉદ્યોગ ચાલવાનો હોય તો અમારા ભાગનો જે મળવાપાત્ર ગેસ છે એ કામદારોને આપવામાં આવે, એટલે કામદારોનું પણ જીવન ટકી રહે અને જીવનયાત્રા ચાલુ રહે. આ સાથે કંપનીઓ પણ ચાલુ રહે એવું અમે વિચારી રહ્યા છીએ. ‘જે લોકો તકનો લાભ ઉઠાવી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ’ વધુમાં જણાવ્યું હતું કે, 50% જેટલા કામદારોએ વતનની વાટ પકડી છે અને જે ગેસ નથી મળી રહ્યો, જે રીતે તકવાદીઓ કરિયાણા સ્ટોર હોય કે પછી અન્ય ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓ હોય કે પછી રેસીડેન્સીયલ વિસ્તારોની અંદર જે કામદારો જે વસે છે એ વિસ્તારોની અંદર કઈ પણ ચીજવસ્તુ હોય એમાં ભાવ વધારો આપવો પડતો હોય ત્યારે કામદારોમાં ચોક્કસ એક એવી સ્થિતિ ઉભી થઈ શકે એ વતન તરફ જઈ રહ્યા છે. યાર્નના ભાવની અંદર 30 થી 40 રૂપિયાનો અલગ-અલગ ડેનિયરોમાં ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક એવી પણ સ્થિતિ છે કે જે ઓર્ડરો લીધેલા છે. વીવર્સોએ જે ઓર્ડરો લીધેલા છે એ ઓર્ડરો પૂરા કરવા માટે થોડું થોડું યાર્ન ખરીદી રહ્યા છે, પરંતુ આ તકનો લાભ ઉઠાવવાના જે પ્રયાસો છે એને ડામવા જોઈએ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા એવી અમારી માંગ છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનમાં બોમ્બ બ્લાસ્ટ માટે પાકિસ્તાનથી IED મોકલવામાં આવ્યું:4 દિવસ સુધી આરોપીઓ વિસ્ફોટકોની રાહ જોતા રહ્યા, 3 જગ્યાએ બ્લાસ્ટનું ષડયંત્ર
    Next Article
    નવસારીના વિજલપોરમાં કારચાલકની દાદાગીરી:એક્ટિવાચાલકને ફંગોળ્યો અને માર પણ માર્યો; દિવ્યભાસ્કરના અહેવાલ બાદ પોલીસ પાઠ ભણાવ્યો; VIDEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment