Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકારને હુકમ:જન્મ-મૃત્યુ પ્રમાણપત્રમાં ફેરફાર કરવાની સત્તા હોવા છત્તા રજિસ્ટ્રાર કોર્ટનો હુકમ માગે છે, સત્તા વાપરવા સરકાર નિર્દેશ આપે

    10 hours ago

    ગુજરાત હાઇકોર્ટમાં જૂનાગઢથી એક વ્યક્તિએ જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રારના હુકમને રદ કરવા માટે અરજી કરી હતી. સાથે જ માગ કરવામાં આવી હતી કે, તેની દીકરીના જન્મ પ્રમાણપત્રમાંથી તેના જૈવિક પિતાનું નામ કાઢીને દત્તક લેનાર પિતાનું નામ ઉમેરવામાં આવે અને માતાના નામમાં પણ ફેરફાર કરીને નવું જન્મ પ્રમાણપત્ર આપવામાં આવે. દીકરીના જૈવિક પિતાનું નામ દૂર અરજી આ કેસમાં અરજદારે એક છુટાછેડા લીધેલ મહિલા સાથે લગ્ન કર્યા હતા. મહિલાને પહેલા પતિથી એક દીકરી હતી, જેનો જન્મ 2015માં થયો હતો. જ્યારે તેના છૂટાછેડા 2022માં થયા હતા. દીકરીની કસ્ટડી તેની માતા પાસે હતી. આથી અરજદારે દીકરીને ખોળે લીધી હતી અને તે માટેની કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ જન્મ પ્રમાણપત્રમાં દીકરીના જૈવિક પિતાનું નામ હોવાથી મુશ્કેલીઓ સર્જાઈ હતી, જેથી અરજદારે દીકરીના જૈવિક પિતાનું નામ દૂર કરીને તેનું નામ ઉમેરવા માટે જન્મ મૃત્યુ નોંધણી રજિસ્ટ્રારમાં અરજી કરી હતી. જો કે, જન્મ- મૃત્યુ રજિસ્ટ્રારે અરજદાર પાસેથી કોર્ટનો ઓર્ડર માગ્યો હતો. રજિસ્ટ્રારને ચાર અઠવાડિયામાં નિર્ણય લેવા હુકમ ગુજરાત હાઇકોર્ટમાં આ કેસ આવતા કોર્ટે નોંધ્યું હતું કે, અરજદારની અરજી ઉપર નિર્ણય લેવાની સત્તા જન્મ-મૃત્યુ રજિસ્ટ્રાર પાસે છે. કોર્ટે અગાઉ પણ આવા કેસોમાં હુકમ કર્યા છે. તેમ છતાં આવા કેસો ફરી આવી રહ્યા છે, જેથી રાજ્ય સરકાર જન્મ મૃત્યુ નોંધણી વિભાગને આ સંદર્ભે યોગ્ય દિશા નિર્દેશ આપે. આ સાથે જ ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢના જન્મ-મૃત્યુ રજિસ્ટ્રારના હુકમને રદ કર્યો હતો. અરજદારને એક અઠવાડિયામાં નવી અરજી કરવા અને રજિસ્ટ્રારને ચાર અઠવાડિયામાં તેની પર નિર્ણય લેવા માટે હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    Yogi Adityanath LIVE: Chittorgarh में CM योगी आदित्यनाथ की हुंकार | Amar Ujala
    Next Article
    પાટણમાં ₹15 કરોડના ખર્ચે નવું છાત્રાલય બનશે:પ્રજાપતિ કેળવણી મંડળે કુમાર-કન્યા છાત્રાલયનો શિલાન્યાસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment