Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કનકપુરા યાર્ડનું આધુનિકીકરણ:રાજકોટ ડિવિઝનની ટ્રેનો પર અસર, ઓખા અને પોરબંદરથી ઉપડતી અનેક ટ્રેનોના રૂટ બદલાયા અથવા આંશિક રદ

    9 hours ago

    ત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં આવેલા કનકપુરા યાર્ડ ખાતે નોન-ઇન્ટરલોકિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. રેલવે તંત્ર દ્વારા ટ્રેનોની અવરજવરને વધુ સુગમ બનાવવા, લાઈનોની ક્ષમતા વધારવા અને કનેક્ટિવિટી સુધારવા માટે આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય શરૂ કરાયું છે. આ અંતર્ગત રેલ લાઈનોના નવા જોડાણો અને લંબાઈમાં વધારો કરવામાં આવશે. જોકે, આ ટેકનિકલ કામગીરીને કારણે મે 2026માં રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે રદ ટ્રેન નંબર 20951 (ઓખા–જયપુર): 11.05.2026ના રોજ ઓખાથી ઉપડતી આ ટ્રેન જયપુર સુધી જવાને બદલે અજમેર ખાતે જ રોકાઈ જશે. એટલે કે, અજમેર અને જયપુર વચ્ચે આ ટ્રેન રદ રહેશે. ટ્રેન નંબર 20952 (જયપુર–ઓખા): 12.05.2026ના રોજ આ ટ્રેન જયપુરથી ઉપડવાને બદલે અજમેરથી પ્રસ્થાન કરશે. આમ, જયપુર અને અજમેર વચ્ચેની મુસાફરી રદ કરવામાં આવી છે. પોરબંદરની ટ્રેનોના રૂટમાં ફેરફાર મુસાફરોએ ખાસ નોંધ લેવી કે પોરબંદરથી ઉપડતી ટ્રેનો નિર્ધારિત માર્ગને બદલે પરિવર્તિત માર્ગ (ડાયવર્ટ) પરથી દોડશે: પોરબંદર–મુઝફ્ફરપુર (19269): 08.05.2026ના રોજ આ ટ્રેન ફુલેરા-જયપુર-રેવાડીને બદલે ફુલેરા-રિંગસ-રેવાડી થઈને જશે. આ ટ્રેન જયપુર, અલવર અને બાંદીકુઈ સ્ટેશન પર જશે નહીં. પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા (20937): 09.05.2026ના રોજ ઉપડતી આ ટ્રેન પણ ફુલેરા-રિંગસ-રેવાડી માર્ગે ચાલશે. જેના કારણે જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર અને ખૈરથલ સ્ટેશનો પર ટ્રેન ઉભી રહેશે નહીં. મુઝફ્ફરપુર–પોરબંદર (19270): 11.05.2026ના રોજ આ ટ્રેન રેવાડી-રિંગસ-ફુલેરા માર્ગે દોડશે. આ ટ્રેન અલવર, બાંદીકુઈ અને જયપુર સ્ટેશનો પર જશે નહીં. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની યાત્રા શરૂ કરતા પહેલા અધિકૃત પૂછપરછ બારી અથવા વેબસાઈટ પર ટ્રેનનું સ્ટેટસ ચકાસી લે.
    Click here to Read More
    Previous Article
    સુરત એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહી:બેંગકોકથી સુરત આવેલી એર ઇન્ડિયાની ફ્લાઈટમાંથી દોઢ કરોડનો 1.6 કિલો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો, સીટની નીચે સેફ્ટી જેકેટના પાઉચમાં છુપાવ્યા હતા 4 પેકેટ
    Next Article
    ByteDance suspends launch of video AI model after copyright disputes: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment