Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદખેડામાંથી વિદેશી નાગરિકોને ઠગતું કોલ સેન્ટર ઝડપાયું:કેનેડાના નાગરિકોને ડરાવી પ્રોસેસના નામે ગિફ્ટ કાર્ડ દ્વારા પૈસા ટ્રાન્સફર કરાવતા, ચાર શખ્સની ધરપકડ

    9 hours ago

    અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી મકાનમાં ચાલી રહેલું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. ચાર આરોપીઓ કેનેડાના બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપીને કેનેડિયન નાગરિકોને તેમનું બેન્ક એકાઉન્ટ કોઈકે લોગિન કરેલું હોવાનું ખોટું કારણ બતાવી સોફ્ટવેર મારફતે ખોટી ડિજિટલ આઇડી બનાવી કોલ કરી પ્રોસેસ કરવાના બહાને જુદી જુદી કંપનીના ગિફ્ટ કાર્ડ વાઉચર દ્વારા પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરતા હતાં. સાઇબર ક્રાઇમે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી લેપટોપ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. ન્યુ સીજી રોડ પાસેના સોપાન હાઈટ્સમાં છેતરપિંડીનો કાળો કારોબાર ચલાવતા અમદાવાદ સાઇબર ક્રાઇમે બાતમીના આધારે ચાંદખેડામાં આવેલા ન્યુ સીજી રોડ પાસેના સોપાન હાઈટ્સમાં આવેલા મકાનમાંથી કુશ પટેલ, હર્ષ પટેલ, આશુ પટેલ અને સુનિલ રાવત નામના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. 1.87 લાખનો મુદ્દામાલ જપ્ત પકડાયેલા આરોપીઓ પાસેથી 6 લેપટોપ, 5 મોબાઇલ ફોન, 4 હેડફોન, 1 કીબોર્ડ સહિત કુલ 1.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓના લેપટોપમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું હતું જેનો વોઇસ કોલ કરવા માટે ઉપયોગ થતો હતો. લેપટોપ માંથી સ્ક્રિપ્ટ પણ મળી આવી હતી. એજન્સી ને બેંકના નકલી ઓફિસર બનીને છેતરતાં સ્ક્રિપ્ટમાં આરોપીઓ પોતાને કેનેડા રેવન્યુ એજન્સીના અધિકારી અને બેંકના અધિકારી તરીકેની ઓળખ આપીને કેનેડિયન નાગરિકોનો ફોન કરી તેમનો વિશ્વાસ સંપાદન કરતા હતા. જે બાદ નાગરિકોના નામ, સરનામા, પોસ્ટલ કોડ સહિતની વિગત મેળવી લેતા હતાં. કેનેડિયનને ડરાવી ગિફ્ટ કાર્ડના વાઉચરમાં નાણા ટ્રાન્સફર કરાવતાં આરોપીઓ નાગરિકોને જણાવતા હતા કે તેમના વિવિધ બેંકમાં અનેક TFSA એકાઉન્ટ ખુલ્લા છે અને કોઈ અજાણી વ્યક્તિ તેમના વ્યક્તિગત માહિતીનો દૂર ઉપયોગ કરી રહી છે. જે બાદ કેનેડિયન નાગરિકોને ડરાવી ઓનલાઈન પ્રોસેસના બહાને ગિફ્ટ કાર્ડના વાઉચરમાં નાણા ટ્રાન્સફર કરાવતા હતા. ચાર આરોપીની ધરપકડ, એક ફરાર આ પૈસા શિવાંગ નામના યુવકના ખાતામાં જતા હતાં. સાયબર ક્રાઈમે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમની પાસેથી લેપટોપ,મોબાઈલ પણ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ ગુનામાં પાંચમો આરોપી શિવાંગ હાલ ફરાર છે જેની તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કેવિન પીટરસને દિલ્હી કેપિટલ્સની મેન્ટરશિપ છોડી:કહ્યું- સમય આપી શકીશ નહીં, IPL 2026માં કોમેન્ટ્રી કરશે પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન
    Next Article
    હિંમતનગરની પૌરાણિક દરબારી વાવનું રિસ્ટોરેશન શરૂ:33 લાખના ખર્ચે ચાર મહિનામાં કામગીરી પૂર્ણ થશે, ઇડર સ્ટેટ વખતનું બાંધકામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment