Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિઠોડા પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશનનો આરોપી ફરાર:ગણતરીના કલાકોમાં ઝડપાયો, બે પોલીસકર્મી સામે ગુનો નોંધાયો

    13 hours ago

    સાબરકાંઠા જિલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશનનો એક આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં બેદરકારી દાખવવા બદલ પોલીસ સ્ટેશનના PSO અને મહિલા વાયરલેસ ઓપરેટર સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ચિઠોડા પોલીસે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના બલીચા ગામના સંજયભાઈ બંસીલાલ ખરાડીને પ્રોહિબિશનના ગુનામાં પકડ્યો હતો. શનિવારે વહેલી સવારે 6:05 થી 6:15 કલાકના દસ મિનિટના ગાળામાં સંજયભાઈ લોકઅપના દરવાજાની સ્ટોપર ખોલીને ભાગી છૂટ્યા હતા. આ ઘટનામાં પોલીસ સ્ટેશનના PSO દ્વારા લોકઅપના દરવાજાને લોક ન મારવામાં આવ્યું હોવાનું અને મહિલા વાયરલેસ ઓપરેટરની બેદરકારી સામે આવી હતી. હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ મગનભાઈ હુડલાની ફરિયાદના આધારે, ફરાર આરોપી સંજયભાઈ બંસીલાલ ખરાડી, PSO હેડ કોન્સ્ટેબલ રમણભાઈ જીવાજી બુવળ અને વાયરલેસ ઓપરેટર મહિલા હેડ કોન્સ્ટેબલ રીટાબેન કાનજીભાઈ ડોડીયાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇડરના DYSP સ્મિત ગોહિલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપી ફરાર થયા બાદ સ્થાનિક પોલીસ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ તેને રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના નયાગાવ તાલુકાના બલીચા ગામેથી સાંજે ઝડપી લેવામાં આવ્યો હતો. નોંધાયેલી ફરિયાદ સંદર્ભે જિલ્લા પોલીસ વડા દ્વારા ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પીઢ એક્ટ્રેસ મધુ મલ્હોત્રાનું 72 વર્ષની વયે અવસાન:'સત્તે પે સત્તા', 'કર્ઝ' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, 'લંબી જુદાઈ' ગીતમાં યાદગાર ભૂમિકા ભજવી
    Next Article
    Iran - India Hormuz Strait News LIVE | હોર્મુઝનો ‘ચક્રવ્યુહ’ તુટ્યો, ભારતને મોટી સફળતા | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment