Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં શાકભાજીના ભાવ મુદ્દે હિંસક બબાલ:સસ્તા ભાવે વેચાણની અદાવતમાં યુવકને ગળા અને આંખ પાસે ચાકુના ઘા ઝીંક્યા; સામસામે ફરિયાદ

    11 hours ago

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં શાકભાજીના ઓછા ભાવે વેચાણના મુદ્દે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઝપાઝપી દરમિયાન એક યુવકને ચાકુથી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. ઈજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવતા માંજલપુર પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શાકભાજી ઓછા ભાવે વેચાણ કરવા બાબતે બોલાચાલી શરૂ થઈ હતી ગત સાંજે શહેરના મકરપુરા GIDC પાસે ભૂમિ ચોકડી ખાતે એક ઘટના બની હતી. મહેન્દ્રનગરમાં રહેતા મુકીમ અનિશભાઈ પઠાણ (ઉંમર 32) શાકભાજીની ફેરી માટે ટેમ્પો લઈને નીકળ્યા હતા. ટેમ્પો બંધ પડતા તેમણે રોડની બાજુમાં શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન નજીક જ પથારો લગાવીને શાકભાજી વેચતા ઇમરાન તસીરખાન પઠાણ (ઉંમર 26) ત્યાં આવ્યા અને ઓછા ભાવે વેચાણ કરવા બાબતે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. કમર, ગળા અને ડાબી આંખ પાસે ચાકુના ઘા માર્યા ત્યારબાદ ઇમરાનના ભાઈ મોહમ્મદ સાબાન ખાન પણ સામેલ થયો હતો. બાદમાં સામાન્ય બોલાચાલી બાદ વાત ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. ઝપાઝપી દરમિયાન ઇમરાનના ભાણેજ શાહિદે ચાકુ કાઢીને મુકીમને કમર, ગળા અને ડાબી આંખ પાસે ઘા કર્યા હતા. જેથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત મુકીમે પોતાના ભાઈ સુફિયાનને ફોન કરતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા મુકીમને એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. મુકીમે ઇમરાન તસીરખાન, મોહમ્મદ સાબાન ખાન તેમજ શાહિદ સામે મારામારી અને હુમલાની ફરિયાદ નોંધાવી છે. સામાપક્ષે કોલર પકડીને ગાળાગાળી અને મારામારીની ફરિયાદ કરી બીજી તરફ ઇમરાન તસીરખાને પણ સામે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા અનુસાર મુકીમ તેમની બાજુમાં ટેમ્પો રાખીને ઓછા ભાવે શાકભાજી વેચવા લાગ્યા હતા. તેમને ટેમ્પો સાઈડમાં રાખવા જણાવ્યું હતું, પરંતુ મુકીમે તેમ ન કર્યું કરતા બબાલ થઈ હતી. ત્યારબાદ મુકીમે કોલર પકડીને ગાળાગાળી કરી અને મારામારી શરૂ કરી દીધી હતી. ઝપાઝપીમાં ઇમરાન, મોહમ્મદ સાબાન અને સાહિબે આલમને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેઓ પણ 108 એમ્બ્યુલન્સ દ્વારા એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. આ ઘટના અંગે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધાતા માંજલપુર પોલીસે ચારેય વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શહેરમાં હત્યાના બે બનાવો સામે આવ્યા છે. ત્યારે ગત સાંજે સર્જાયેલ આ મારામારીમાં પણ ઘાતક હથિયાર ચાકુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો યુવકને છાતીના કે ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોત તો કદાચ જીવલેણ સાબિત થઈ હોત. ત્યારે પોલીસે કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિને ફરી નિયંત્રણમાં લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગરમી વચ્ચે વલસાડ જિલ્લામાં પારો 4 ડિગ્રી ગગડતા રાહત:શનિવારે 37°C ચડેલો પારો રવિવારે ઘટીને 34°C પર સ્થિર, ઊંચા ભેજને કારણે લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થશે
    Next Article
    પેથાપુરની સીમમાં ધમધમતા હાઈ પ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ:21 લાખના મુદ્દામાલ સાથે 21 ઝડપ્યા, જુગાર રમવા માટે ખેતરમાં જગ્યા કરી આપનાર મુખ્ય સૂત્રધાર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment