Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેથાપુરની સીમમાં ધમધમતા હાઈ પ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ:21 લાખના મુદ્દામાલ સાથે 21 ઝડપ્યા, જુગાર રમવા માટે ખેતરમાં જગ્યા કરી આપનાર મુખ્ય સૂત્રધાર ફરાર

    11 hours ago

    પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ફતેપુરા ત્રણ રસ્તા પાસેના ખુલ્લા ખેતરમાં ગઈકાલે મોડી સાંજે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. LCBએ લકઝરી ગાડીઓ લઈને જુગાર રમવા આવેલા 21 જુગારીઓને 2 લાખની રોકડ સહિત 21 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ સપાટો બોલાવી છે. જોકે આ દરોડામાં મુખ્ય સૂત્રધાર નાસી છૂટવામાં સફળ રહ્યો છે. LCBએ ચારેય દિશા કોર્ડન કરી 21 જુગારીઓને ઝડપી પાડ્યા ગાંધીનગર LCBને ચોક્ક્સ બાતમી મળી હતી કે, ફતેપુરાથી દિપેશ્વરી મંદિર તરફ જવાના માર્ગે ડાબી બાજુએ આવેલા એક ખુલ્લા ખેતરમાં ગુડ્ડુ ભદોરિયા નામનો શખ્સ બહારથી જુગારીઓને બોલાવી મોટાપાયે જુગારધામ ચલાવી રહ્યો છતાં સ્થાનિક પોલીસ ઉંઘતી રહે છે. જેના પગલે LCBની ટીમો જુગારધામ પર ત્રાટકતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે પોલીસે અગાઉથી ચારેય દિશા કાર્ડન કરી 21 જુગારીઓને આબાદ રીતે ઝડપી લીધા હતા. જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓ જુગારીઓની પૂછતાછ કરતાં તેમણે પોતાના નામ મુન્નેશ બુધ્ધસિંહ પ્રજાપતિ (કુબેરનગર, અમદાવાદ), નરેન્દ્ર પહેલવાનસિંગ પ્રજાપતિ (રામોલ, અમદાવાદ), રામપ્રસાદ રામજીલાલ પ્રજાપતિ (નારોલ, અમદાવાદ), રણજીત જગતસિંહ યાદવ (પેથાપુર, ગાંધીનગર), સંદિપ મુકેશભાઈ રાઠોડ (ન્યુ રાણીપ, અમદાવાદ), પ્રમોદકુમાર રામકુમાર ગુપ્તા (નવા વાડજ, અમદાવાદ), દિનેશ અત્તરસિંગ કુશવાહ (ચાંદલોડીયા, અમદાવાદ), રાજેન્દ્ર લક્ષ્મણસિંગ યાદવ (પીંપળજ, અમદાવાદ), પ્રેમસિંગ ગંભીરસિંગ રાઠોર (ચાંદલોડીયા, અમદાવાદ), રાહુલસિંગ અનારસિંગ પરીહાર ઠાકુર (ચાણક્યપુરી, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અન્યોના નામ સોનુંસિંગ રામબિહારી જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ,), મુકેશભાઈ કનુભાઇ ભરવાડ (નારોલ, અમદાવાદ), સુનિલકુમાર પ્રેમનારાયણ કહાર (મેઘાણીનગર, અમદાવાદ), ધીરેન અમરસિંહ રાઠોડ (ચાંદલોડીયા, અમદાવાદ), જીતુ સુરેન્દ્રસિંહ રાજપુત (મેઘાણીનગર, અમદાવાદ,), બબલુ રામસેવક રાઠોડ (ન્યુ રાણીપ, અમદાવાદ), વિક્કી કલ્યાણસિંગ કુશવાહા (ન્યુ રાણીપ, અમદાવાદ), અરવિંદ જગદીશ પાંડે (ચાંદલોડીયા), જીતેન્દ્રસિંહ મંગલસિંહ જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ), માનસિંઘ રામવંશ કુશવાહ (ચાણક્યપુરી, અમદાવાદ,) અને ધર્મેન્દ્ર અમરસિંહ જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. 2.04 લાખ રોકડા સહિત 21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો આ અંગે PI ડી બી વાળાએ કહ્યું કે, તપાસમાં ખુલાસો થયો છે કે વોન્ટેડ મુખ્ય સૂત્રધાર ગુડુ ભદોરીયાએ આ તમામ લોકોને જુગાર રમવા માટે ખેતરમાં વ્યવસ્થા કરી આપી હતી. તે બદલ 5,000 રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. આ જુગારીઓ મોટાભાગે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના મૂળ વતની છે. જુગારીઓ પાસેથી 2.04 લાખ રોકડા, રૂ.1.25 લાખના 21 મોબાઇલ ફોન તેમજ વાહનો મળીને કુલ રૂ.21.04 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં શાકભાજીના ભાવ મુદ્દે હિંસક બબાલ:સસ્તા ભાવે વેચાણની અદાવતમાં યુવકને ગળા અને આંખ પાસે ચાકુના ઘા ઝીંક્યા; સામસામે ફરિયાદ
    Next Article
    ફરી ટિકિટની લાલચે પૂર્વ કોર્પોરેટરો પાટીલને જન્મદિવસની શુભેચ્છા આપવા પહોંચ્યા:સુરતમાં સી. આર.ને જન્મદિવસ નિમિતે શુભેચ્છા પાઠવવા કાર્યકર્તાઓએ લાઇન લગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment