Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માછલીના પાણીથી વેરાવળ બંદર રોડ ચીકણો બન્યાની બૂમરાણ:ટુ-વ્હીલર ચાલકો સ્લીપ થતાં હોવાથી સામાજિક કાર્યકરે લેખિત રજૂઆત; સોમનાથ, કોડીનાર અને ઊના તરફનો ટ્રાફિક અહીં ડાયવર્ટ

    8 hours ago

    વેરાવળ શહેરના બંદર રોડ પર સ્ટ્રીટ લાઈટ અને યોગ્ય સફાઈ વ્યવસ્થાના અભાવે હાલ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે. રસ્તા પર માછલીના પાણી અને કચરાના કારણે ચીકાશ વધતા ટુ-વ્હીલર ચાલકો સ્લીપ થઈ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ગંભીર સ્થિતિ અંગે સામાજિક કાર્યકર મેઘજી ચાવડાએ વેરાવળ બંદર અધિકારીને લેખિત રજુઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. રજુઆતમાં જણાવાયું છે કે વેરાવળ શહેરથી સોમનાથ, કોડીનાર અને ઊના તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી મરામત હેઠળ હોવાથી હાલ નાના-મોટા તમામ વાહનોને વેરાવળ બંદર રોડ પરથી જ પસાર થવું પડે છે. પરિણામે આ રસ્તા પર વાહનવ્યવહાર ખૂબ વધી ગયો છે અને દિવસભર ભારે ટ્રાફિક રહે છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં માછલી ભરેલા વાહનો પસાર થાય છે. ઘણા વાહનોમાંથી માછલીનું પાણી અને કચરો રોડ પર પડી રહે છે, જેના કારણે રસ્તો ખૂબ જ ચીકણો બની જાય છે. પરિણામે ઘણી વખત બે-ચક્રી વાહનો સ્લીપ થવાના બનાવો બની રહ્યા છે અને અકસ્માતની શક્યતા વધી રહી છે. જેના કારણે સ્થાનિક લોકો તેમજ મુસાફરો માટે ગંભીર જોખમ ઉભું થયું છે. આ ઉપરાંત બંદર રોડ પર રાત્રિના સમયે પૂરતી સ્ટ્રીટ લાઈટ ન હોવાને કારણે અંધારું છવાઈ જાય છે. અંધારાના કારણે વાહનચાલકોને માર્ગ સ્પષ્ટ દેખાતો નથી, જેના કારણે અકસ્માત થવાની ભીતિ વધુ વધી જાય છે. રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે બંદર વિસ્તારમાંથી દરરોજ જવલા (માછલી) ભરેલી ખુલ્લી રીક્ષાઓ પસાર થાય છે. આ રીક્ષાઓમાંથી પડતા માછલીના પાણીના કારણે રસ્તો વધુ ચીકણો બની જાય છે અને રોજબરોજ બે-ત્રણ બાઈક સ્લીપ થવાના બનાવો બનતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સાથે સાથે સરકારે જવલા માછલી મારવા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પણ તેનો વેપાર ચાલુ હોવાની શંકા વ્યક્ત કરી તેની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર મેઘજી ચાવડાએ જનહિતને ધ્યાનમાં રાખીને બંદર રોડ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવા, રોડ પર પડતા માછલીના કચરાની નિયમિત સફાઈ માટે વ્યવસ્થા ગોઠવવા તેમજ વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખી જરૂરી ટ્રાફિક સલામતીના પગલાં લેવા બંદર તંત્રને માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    શિરડીમાં સાઈ ટ્રસ્ટ રોજ 200 કિલો ગેસ બચાવી રહ્યું છે:સોલર સિસ્ટમથી રોજ 40 હજાર શ્રદ્ધાળુઓનું ભોજન બની રહ્યું છે; સરકારે અનોખું મોડેલ ગણાવ્યું
    Next Article
    Is New Supreme Leader Mojtaba Khamenei "Disfigured" In Strikes? What Iran Said

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment