Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સન્ડે બિગ સ્ટોરી:હુમલાગ્રસ્ત જહાજો અલંગ માટે આફતમાં અવસર બની શકે

    9 hours ago

    મધ્ય પૂર્વમાં વધતી જતી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને હોર્મુઝ સમુદ્રધૂની વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક જળમાર્ગીય વેપાર પર ગંભીર અસર પડી રહી છે. ઇરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધી રહેલા યુધ્ધના માહોલ વચ્ચે હોર્મુઝ સમુદ્રધૂનીમાં માલવાહક જહાજો પર હુમલાઓની ઘટનાઓ વધતી જઈ રહી છે. અત્યાર સુધીમાં અંદાજે 25 જેટલા જહાજો પર હુમલા થયા હોવાનું આંતરરાષ્ટ્રીય મેરિટાઇમ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ હુમલાઓને કારણે મોટા ભાગના જહાજો ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત બન્યા છે. નિષ્ણાંતોના મત મુજબ, આ જહાજોને ફરીથી વેપારિક ફેરીમાં સામેલ કરવાની શક્યતા લગભગ નાબૂદ બની ગઈ છે. પરિણામે, આવા જહાજોને રિસાયક્લિંગ માટે મોકલવાની સંભાવનાઓ વધી રહી છે, જેના કારણે ભારતના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માટે નવી તકો ઉભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે ઇરાન દ્વારા હોર્મુઝ સમુદ્રધૂનીને નિયંત્રિત કરવામાં આવી રહી છે અને તેની આસપાસ રહેલા માલવાહક જહાજો પર હુમલા થવાના અહેવાલો મળી રહ્યા છે. વિશ્વના મહત્વના તેલ અને માલ પરિવહન માર્ગ તરીકે ઓળખાતી આ સમુદ્રધૂનીમાંથી દરરોજ મોટી સંખ્યામાં જહાજો પસાર થાય છે. તેથી અહીં થતા હુમલાઓનો સીધો પ્રભાવ વૈશ્વિક વેપાર અને શિપિંગ ઉદ્યોગ પર પડી રહ્યો છે. વિશ્વભરમાં શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે દક્ષિણ એશિયાના દેશોનું પ્રભુત્વ માનવામાં આવે છે. અંદાજે 80 ટકા જેટલા જહાજો રિસાયક્લિંગ માટે દક્ષિણ એશિયામાં મોકલવામાં આવે છે. આ ક્ષેત્રમાં ભારતનું અલંગ વિશ્વના સૌથી મોટા શિપ રિસાયક્લિંગ કેન્દ્રોમાંનું એક ગણાય છે. છેલ્લા ત્રણ વર્ષથી અલંગના શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ પર મંદીનો માહોલ જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્ટીલ અને સ્ક્રેપના ભાવ ઘટતાં જહાજ લાવવાની પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી. જોકે છેલ્લા થોડા સમયથી મેટલ અને સ્ક્રેપના ભાવોમાં ફરીથી ચેતના દેખાતા અલંગમાં ધીમે ધીમે જહાજોની આવક શરૂ થઈ રહી છે. વિશેષજ્ઞો માને છે કે જો મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુધ્ધ લાંબુ ચાલે અને હોર્મુઝ વિસ્તારમાં વધુ જહાજો નુકસાન પામે, તો આવા જહાજોને રિસાયક્લિંગ માટે અલંગ મોકલવાની સંભાવના વધુ છે. જહાજોને અંતિમ રીતે ભાંગવા માટે જરૂરી સુવિધાઓ, મજબૂત માળખું અને અનુભવી મજૂરબળના કારણે અલંગને આ માટે આદર્શ સ્થળ માનવામાં આવે છે. દક્ષિણ એશિયામાં અલંગના મુખ્ય હરિફ તરીકે પાકિસ્તાન અને બાંગ્લાદેશના શિપ બ્રેકિંગ યાર્ડો ગણાય છે. જોકે આ બંને દેશોમાં હાલ નાણાકીય તરલતાની અછત તથા રાજકીય અસ્થિરતાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તેના કારણે જહાજ માલિકો માટે વ્યવહારો અને ચુકવણીમાં અનિશ્ચિતતા ઉભી થાય છે. તેની સામે ભારતમાં સ્થિર નીતિઓ, સુવ્યવસ્થિત બેંકિંગ વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન થતું હોવાને કારણે જહાજ માલિકો માટે અલંગ વધુ વિશ્વસનીય ગંતવ્ય બની રહ્યું છે. જહાજ માલિકો માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેમનું જહાજ સુરક્ષિત રીતે અંતિમ સ્થળે પહોંચે અને તેમની નાણાકીય પ્રક્રિયાઓ અટકે નહીં. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખતા શિપિંગ ઉદ્યોગના નિષ્ણાંતો માને છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અસ્થિરતાની સકારાત્મક અસર નજીકના સમયમાં અલંગના શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ પર જોવા મળી શકે છે. ભાસ્કર એક્સપર્ટ યુધ્ધના કારણે અલંગ ઉદ્યોગને ગતિ મળી શકે જો હાલમાં ચાલી રહેલા ઈરાક અને અમેરીકા વચ્ચેના યુધ્ધમાં નુકસાન પામેલા જહાજો અલંગમાં રિસાયક્લિંગ માટે આવે તો સ્થાનિક ઉદ્યોગને નવી ગતિ મળશે. સ્ટીલ સ્ક્રેપનું ઉત્પાદન વધશે, હજારો મજૂરોને રોજગાર મળશે અને અલંગમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી મંદીને રાહત મળી શકે છે. હાલ યુદ્ધમાં અનેક જહાજોને નુકશાન થઈ રહ્યું છે. - આશિત પરિખ, મરિન નિષ્ણાંત
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:એડવાન્સ ટેક્સ માટે ITની ઇ-ઝૂંબેશ: ઇ-મેલ ફટકાર્યા
    Next Article
    Oscars 2026 Winners Predictions: Timothee Chalamet’s career-defining performance may clinch Best Actor, but can’t fetch Marty Supreme the Best Picture

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment