Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિડન ટ્રુથ:ભૂતપ્રેતના અવાજો અને પડછાયાઓ માત્ર ભ્રમ છે?

    1 week ago

    જયેશ દવે જેમાં કવાર્ટઝ વધુ હોય તેવા પત્થરોમાં ઊર્જા સ્વરૂપે મેમરી સચવાયેલી રહે છે. આ મેમરી ચોક્કસ વ્યક્તિની હાજરીમાં અને ચોક્કસ વાતાવરણ સમયે રિ-કોલ થાય, તે અવાજ ફરી સંભળાય, દૃશ્યો દેખાય આવું બની શકે. કિલ્લાઓમાં આત્માઓના અવાજ સંભળાય તથા પડછાયા દેખાય તેવું આના કારણે બને છે. આ કોઈ ભૂત નહીં ભૂતકાળ હોય છે. પરામનોવિજ્ઞાન (પેરાસાઇકોલોજી) નિષ્ણાત દ્વારા આ સ્ટોન ટેપ થિયરી આપવામાં આવી છે. આ અંગે આગળની વાત કરીએ. ખંડેર કે પછી કોઈ અવાવરું જગ્યામાં જાતજાતના અવાજ સંભળાય તેને મનોવિજ્ઞાનિકો ‘એપોફેનિયા’ કે પછી ‘ઓડિટરી પેરેડોલિયા’ કહે છે. માની લો, તમે ભાનગઢ વિશે ખૂબ સાંભળેલું છે. તમે ત્યાં જાવ છો. કિલ્લાની બહાર ‘અહીં રાતે રોકાવાની મનાઈ છે’ તેવું બોર્ડ પણ જુઓ છો. અજાણતા જ તમારા મનમાં આ બાબતો એક માયાજાળ ઊભી કરે છે. તમે સાંજના સમયે કિલ્લામાં ફરી રહ્યા છો અને કોઈ અંધારિયા ખૂણામાંથી અવાજ આવે છે: ‘અહીંથી ચાલ્યા જાવ…’ તમે ભયભીત થઈ માની લો છો કે, અહીં આત્મા છે અને તે ચાલ્યા જવાનું કહે છે! પરામનોવિજ્ઞાનના નિષ્ણાત મુજબ અહીં બે બાબત હોઇ શકે. એક, સ્ટોન ટેપ થિયરી મુજબ પત્થરમાંથી રેકોર્ડિંગ પ્લે થયું અથવા અવાજ થયો પરંતુ તે કશોક બીજો હતો! ઓડિટરી પેરેડોલિયા મુજબ આપણું મન ખાસ સ્ટેજમાં હોય જેમ કે ભૂતનો અનુભવ કરવો છે તેવી ઈચ્છા હોય. આવા સમયે મન કોઈ પણ અવાજમાં ભૂતનો અવાજ, પરિચિત શબ્દો શોધવાનો પ્રયાસ કરે છે. અંધારીયા ખુણામાં ઉંદરો દોડ્યા અને પક્ષીઓ પણ ઊડ્યા… આવા અવાજોમાં મનએ ‘અહીંથી ચાલ્યા જાવ’ તેમ સાંભળ્યું કારણ કે, તે તેવું સાંભળવા ઈચ્છતું હતું. અહીં આત્માનો વાસ છે તેવી ખાતરી મેળવવા આપણે ઈચ્છતા હતા એટલે આ રીતે આપણા મને તેની પુષ્ટિ કરી. એપોફેનિયા મુજબ ઉદ્દીપક તરીકે કોઈ અવાજ હોવો જરૂરી છે. પરંતુ વ્યક્તિ મનોવ્યથા કે મનોરોગથી પીડિત હોય તો કશો જ અવાજ ન હોય તો પણ તેને આત્મા, ભૂતપ્રેતના અવાજ સંભળાય શકે છે. આવી વ્યક્તિ તે આત્મા સાથે વાતો કરવા લાગે, તેના આદેશ માને છે. આ સમયે તેની વર્તણૂક પણ અદૃશ્ય શક્તિ સાથે તેનો સંપર્ક હોય તેવી થઈ જાય છે. આ તો વ્યક્તિગત વાત થઈ પરંતુ સમૂહ સાથે પણ આવું થઈ શકે અને તેના માટે વીજચુંબકીય ક્ષેત્રજવાબદાર હોય છે. માઈકલ પર્સિગર નામના વૈજ્ઞાનિકે પ્રયોગોના આધારે સાબિત સાબિત કર્યું કે, વીજચુંબકીય ક્ષેત્રની અસર મસ્તિષ્કના ‘ટેમ્પોરલ લોબ’ નામના ભાગ પર થાય છે. આ કારણસર પડછાયા દેખાય, અવાજો સંભળાય, ગભરામણ થાય તેવી ઘટનાઓ બને છે. એકથી વધુ લોકોને પણ આવા ચુંબકીય ક્ષેત્રવાળા સ્થળે ભૂતપ્રેતનો આભાસી અનુભવ થઈ શકે છે,‌ પરંતુ આવું ક્ષેત્ર કોઈ આત્માની ઉપસ્થિતિમાં બનતું હોય છે. જો કોઈ સ્થળે આત્મા કે કોઈ અદૃશ્ય શક્તિની ઉપસ્થિતિ હોય તો ત્યાં વીજચુંબકીય ક્ષેત્ર રચાતું હોય છે. પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેટર્સ પોતાની સાથે ઈ. એમ. એફ. મીટર રાખતા હોય છે. સામાન્ય વાતાવરણમાં અચાનક ચુંબકીય ફેરફાર થાય ત્યારે આ મીટર તે દર્શાવતું હોય છે. આવા ફેરફાર, વીજચુંબકીય ક્ષેત્રના સંકેતો મળે તેની સાથે કોઈ અદૃશ્ય શક્તિની હાજરી, વાતાવરણમાં ફેરફાર અનુભવાય છે. ટૂંકમાં, વૈજ્ઞાનિક ચુંબકીય બદલાવની અસર મગજ પર થવાથી આભાસ થતો હોવાનું કહે છે પરંતુ અચાનક ચુંબકીય ક્ષેત્રમાં બદલાવ કેવી રીતે આવે છે તેનો કોઈ નક્કર ખુલાસો નથી. અવાજ સંભળાય તે માટે સ્ટોન ટેપ થિયરી, ઓડિટરી પેરેડોલિયા સહિતની થિયરી અપાય છે. આ તમામમાં માત્ર અવાજ સંભળાઇ શકે, સંવાદ શક્ય નથી. પત્થરમાં સંગ્રહિત મેમરી જ જો ફરી સંભળાતી હોય તો એકસરખો અવાજ અને વાત સંભળાય. પરંતુ આમાં વૈવિધ્ય જોવા મળે અને કોઈ પ્રશ્નના જવાબ કે સંવાદ શક્ય નથી. અનેક કિસ્સાઓમાં આ શક્ય બનતું હોય છે અને તેના પુરાવાઓ પણ મોજુદ છે. ભૌતિક જગતના સિદ્ધાંતો અગોચર જગતમાં પણ લાગુ પડે તેવું શક્ય નથી.
    Click here to Read More
    Previous Article
    દેશ-વિદેશ:રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને અમેરિકા મંજૂરી આપે?
    Next Article
    વિસ્મય:સાયક્સ-પાઈકો સમજૂતીઃ જેણે વેરના વાવેતર આદરીને અંતહીન યુદ્ધોનો પાક ઉતાર્યો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment