Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સન્ડે બિગ સ્ટોરી:જ્યાં એક પણ બસ જતી નથી ત્યાં બસ સ્ટેન્ડ બનાવાયા!

    11 hours ago

    રાજકોટ નજીક સ્માર્ટ સિટી બનાવવામાં આવ્યું છે. તેમાં અત્યાર સુધીમાં અંદાજે 2500 કરોડનો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે. અટલ નામનું સરોવર પણ બનાવવામાં આવ્યું છે. અટલ સરોવર અને તેને જોડતા મુખ્ય માર્ગો પર સ્માર્ટ બસ સ્ટેન્ડ બનાવાયા છે. કુલ 15 બસ સ્ટેન્ડ સાડા ચાર કરોડના ખર્ચે નિર્માણ પામ્યા છે. વર્ષ 2022-23માં બસ સ્ટેન્ડ બનાવવાનું શરૂ થયું હતું. માર્ચ-2024માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે સ્માર્ટ સિટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને 1 મે 2024ના રોજ લોકો માટે 15 બસ સ્ટેન્ડ ખુલ્લા મુકાયા હતા. હવે મહત્ત્વની વાત એ છે કે, સાડા ચાર કરોડના ખર્ચે બનાવાયેલા 15 બસ સ્ટેન્ડમાંથી છેલ્લા પોણા બે વર્ષમાં કરોડો રૂપિયાનો કિંમતી માલસામાન ચોરાઇ ગયો છે અથવા તો તૂટી-ફૂટી ગયો છે. સૌથી વિશેષ વાત એ છે કે, બસ સ્ટેન્ડ એટલા માટે બનાવવામાં આવ્યા છે કે ત્યાં લોકોને બસની સુવિધા મળે. જો કે મનપાના જ અધિકારીઓ કહે છે કે, અહિંયા હજુ સુધી (અમુક બસ સ્ટેન્ડને બાદ કરતા) સિટી બસ જતી નથી છતાં બે વર્ષ પહેલાં જે બસ સ્ટેન્ડ બનાવાયા તેનો અત્યારે તો રાત્રિના સમયે દારૂ-બીયર પીવાવાળા લોકો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ઉપરાંત જેટલી વસ્તુ બસ સ્ટેન્ડમાંથી કાઢી શકાઇ તેમ હતી તેટલી કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઇ ગઇ છે. આ પ્રોજેક્ટ રાજકોટના પૂર્વ સિટી એન્જિનિયર અલ્પનાબેન મિત્રાની દેખરેખ હેઠળ પૂરો થયો હતો. જો કે હાલ આ બસ સ્ટેન્ડની હાલત પણ પૂર્વ જેવી એટલે કે નિવૃત્ત થઇ ગયા હોય તેવી થઇ ગઇ છે. બીયરના ટીનના ઢગલાં છે અને રેલિંગ ચોરાઇ ગઇ તમામ બસ સ્ટેન્ડના દરવાજા પણ તૂટી ગયા છે અથવા તો તોડી નાખવામાં આવ્યા છે. સ્લાઇડર ડોરની હાલત ભંગાર જેવી થઇ ગઇ છે તેનો ઉપયોગ કરવો પણ હવે અશક્ય છે. લોકો શહેરમાં રહે છે, સુવિધા બારોબાર અપાઇ લાખો રૂપિયાનો ખર્ચ કરીને બસ સ્ટેન્ડની અંદર સરસમજાની સીલિંગ ટાઇલ્સ નાખવામાં આવી હતી. જો કે તમામ બસ સ્ટેન્ડમાંથી અડધોઅડધ સીલિંગ ટાઇલ્સ ચોરાઇ ગઇ છે અથવા તો તોડી નાખવામાં આવી છે, સાઇડની જારી પણ અમુક બસ સ્ટેન્ડમાંથી ચોરી થઇ ગઇ છે. તૂટેલા દરવાજા અને ફૂટેલા સ્લાઇડર ડોર બસ સ્ટેન્ડની બાજુમાં લોખંડની રેલિંગ નાખવામાં આવી હતી જે આખેઆખી ગાયબ થઇ ગઇ છે. બસ સ્ટેન્ડ દારૂડિયાનો અડ્ડો હોય તેમ બીયરના ટીન અને અસંખ્યા ખાલી બોટલો પડી છે. સન્ડે બિગ સ્ટોરી
    Click here to Read More
    Previous Article
    કોર્ટે ફટકારી સજા:રાજકોટમાં 7 વર્ષની બાળકીને અડપલાં કરવાના ગુનામાં આરોપીને 5 વર્ષની સજા ફટકારતી કોર્ટ
    Next Article
    Vadodara Crime News | બકરાવાડીમાં પતિએ પત્નીની કરી હત્યા | Gujarat |Gujarati News | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment