Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:વિવિધ છોડનાં પાનના રોગ શોધવા, માર્ગદર્શન માટે ‘હરિત રક્ષક’ એપ્લિકેશન ડિઝાઈન કરાઈ

    1 day ago

    આંબાવાડીની સરકારી પોલીટેકનિકના ઓટોમેશન એન્ડ રોબોટિક્સ વિભાગના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને છોડના પાનમાં થતા રોગોની ઓળખ કરતી, માર્ગદર્શન આપતી ‘હરિત રક્ષક’(Haritrakhshak) નામની નવીન એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને બાગાયત રસિકોને યોગ્ય માર્ગદર્શન આપે છે. આ એપ આઈસી ડિપાર્ટેમેન્ટના અધ્યાપક ડૉ. શ્રીજી ગાંધીના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ સુજય પટેલ, જનિલ મિસ્ત્રી, દક્ષ પટેલ, તુષાર પંચાલ અને સુમુખ પટેલે તૈયાર કરી છે. વિશાળ ડેટાસેટના ઉપયોગથી તૈયાર આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં નિ:શુલ્ક ઉપલબ્ધ કરાશે. આંતરરાષ્ટ્રીય જર્નલના અભ્યાસ બાદ એપ બનાવાઈ વિવિધ આતંરરાષ્ટ્રીય જર્નલનો અભ્યાસ કરતા મને જાણવા મળ્યું કે એગ્રિકલ્ચરમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓમાં વિવિધ રોગો થાય છે. જેના કારણે ખેડૂતો અને બાગાયતી કામ કરનારા લોકોને વિવિધ વનસ્પતિઓને લગતું માર્ગદર્શન આપવા માટે આ એપ ડિઝાઈન કરી છે.’ -ડૉ. શ્રીજી ગાંધી, પ્રોફેસર,આઈસી ડિપાર્ટન્ટ, સરકારી પોલીટેકનિક, 7,000થી વધુ પાનના ફોટા પરથી તાલીમ હરિતરક્ષક એપ માટે લગભગ 7,000થી વધુ પાનના ફોટોગ્રાફ્સનો ડેટાસેટ તૈયાર કરી 10 GBથી વધુ ટ્રેઇન્ડ મોડ્યુલ્સનો ઉપયોગ કરીને પાનનું વિશ્લેષણ કરાય છે. યૂઝર પાનનો ફોટો સ્કેન કે અપલોડ કરે ત્યારે એપ ડેટાસેટ સાથે સરખામણી કરીને રોગની ઓળખ કરે છે. એપ શું માહિતી આપે છે?
    Click here to Read More
    Previous Article
    પેપર રિવ્યુ:કમ્પ્યુટરના જાવાના 3 પ્રશ્નોના વિકલ્પોથી વિદ્યાર્થીઓ મૂંઝાયા
    Next Article
    ખાણીપીણીની ગુણવત્તા સુધરશે:માણેકચોકથી લો ગાર્ડન સુધીના 50 હજાર લારી-ગલ્લાનો ‘ડિજિટલ મેપ’ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment