Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોકડ્રિલનું આયોજન કરાયું:પોરબંદરના ટોલપ્લાઝામાં કેમિકલ લિકેજની ‎સંભવિત પરિસ્થિતિ અંગે મોકડ્રિલ યોજાઈ‎

    19 hours ago

    પોરબંદર ટોલપ્લાઝા ખાતે સંભવિત કેમિકલ લીકેજ જેવી આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે મનપાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ અને ટોલપ્લાઝાના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. મોકડ્રીલ દરમિયાન ટોલપ્લાઝા વિસ્તારમાં કેમિકલ ભરેલા વાહન માંથી લીકેજ થવાની કલ્પિત પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી. પરિસ્થિતિ સર્જાતા જ ફાયર વિભાગને માહિતી આપવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ સુરક્ષા સાધનો સાથે વિસ્તારને સુરક્ષિત બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ફાયર વિભાગના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કેમિકલ લીકેજને કાબૂમાં લેવાની પ્રક્રિયા, આસપાસના વિસ્તારને સુરક્ષિત બનાવવાની કામગીરી તેમજ સંભવિત અસરગ્રસ્ત વ્યક્તિઓને બચાવી સલામત સ્થળે ખસેડવાની રેસ્ક્યુ કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન ટોલપ્લાઝા સ્ટાફને આવી પરિસ્થિતિમાં કેવી રીતે સાવચેતી રાખવી અને ફાયર વિભાગને સહકાર આપવો તેની માર્ગદર્શિકા પણ આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મારામારીનો મામલો આવ્યો સામે:બોખીરા હાઈવે પર બે પક્ષે બોલાચાલી બાદ મારામારી કરી
    Next Article
    લોકઅદાલત સાર્થક થઈ:પોરબંદરની લોક અદાલતમાં‎કુલ 9545 કેસનો નિકાલ થયો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment