Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બસમાં આગ લાગવાનો મામલો:ધાનેરામાં બસમાં આગ લાગવાના કારણો શોધવા સેમ્પલ એફએસએલમાં મોકલાયા

    13 hours ago

    ધાનેરા તાલુકાના નેનાવા ગામ નજીક શુક્રવારે જૈસલમેરથી અમદાવાદ આવી રહેલી ખાનગી બસમાં વહેલી સવારે અંદાજે 3.30 વાગ્યે એસીમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા બસમાં ઝડપથી ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે મુસાફરો ગૂંગળાવવા લાગ્યા અને અફરાતફરી મચી ગઈ હતી. જીવ બચાવવા મુસાફરો દોડતી બસમાંથી કૂદી પડ્યા અને કેટલાકે બારીઓ તોડી બહાર નીકળ્યા હતા. આ ઘટનામાં એકમાત્ર અંબાલાલનું જ દાઝવાથી મોત થયું હતું, ધાનેરા પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ધાનેરા પીઆઈ મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, "સેમ્પલ લઈને એફએસએલમાં મોકલાવ્યા છે. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આગ લાગવાની સાચી હકીકત જાણી શકાશે. તો બીજી બાજુ પ્રભાતે બનેલા એસી સ્લીપર બસ અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર 45 વર્ષના અંબાલાલ સુજારામ દરજી અમદાવાદ ખાતે સુગરની દવા લેવા માટે એકલા જ નીકળ્યા હતા. તેઓ રાજસ્થાનના જૈસલમેર જિલ્લાના ખીંવસર ગામના રહેવાસી હતા અને છેલ્લા ચાર વર્ષથી સુગરની સારવાર લઈ રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રેસ્ક્યૂ:વ્યારા બાયપાસ રોડ પર 18 ભેંસ ભરેલું કન્ટેનર ઝડપાયું, બે પકડાયા
    Next Article
    લોકોમાં ફફડાટ‎:નર્મદાની લાઈનમાં ગટરના પાણી ભળતા 4 દિવસમાં ટાઈફોઈડના 20થી વધુ કેસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment