Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હુમલાની ઘટના આવી સામે:સરદારપરામાં થાર લઈને આવેલી મહિલાએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો

    13 hours ago

    શહેરના સરદારપરા વિસ્તારમાં અગાઉની માથાકૂટના મનદુઃખથી થાર લઈને આવેલી મહિલાએ વેપારીના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો અને ધમકી પણ આપી હતી. સરદારપરા મેઇન રોડ પ્રફુલ ચોક પાસે રહેતા 50 વર્ષીય વેપારી જયદિપસિંહ કરણસિંહ સરવૈયાના પુત્ર દિગ્વિજયસિંહને બે દિવસ પહેલા દેવલબેન પ્રવિણભાઈ કાચાના ભાઈ જયરાજ સાથે બોલાચાલી થઈ હતી. જે તે સમયે વડીલોએ મધ્યસ્થી કરી સમાધાન કરાવ્યું હતું, પરંતુ દેવલબેને આ બાબતનું મનદુઃખ રાખ્યું હતું. શુક્રવારે રાત્રે દેવલબેન પોતાની લાલ રંગની જીજે 06 પીઇ 8154 નંબરની થાર ગાડી લઈને જયદિપસિંહના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોરજોરથી રાડો પાડી ગાળાગાળી શરૂ કરી હતી. જ્યારે વેપારીએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે મહિલાએ ઉશ્કેરાઈને ફોન પર અન્ય લોકોને બોલાવવાની ધમકી આપી હતી. ત્યારબાદ જબરજસ્તીથી ઘરમાં ઘૂસી જઈ જયદિપસિંહના પત્ની ધર્મિષ્ઠાબા પર હુમલો કરી ઝપાઝપી કરી હતી. એટલું જ નહિ મહિલાએ વેપારી અને તેમના ભાઈ હરપાલસિંહને પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હંગામા દરમિયાન આસપાસના લોકો એકઠા થઈ જતાં અને પોલીસ હેલ્પલાઇન 112 પર જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મહિલા તથા વેપારી વગેરેને પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે જયદિપસિંહ કરણસિંહ સરવૈયાની ફરિયાદ લઈ મહિલા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    વિદેશી દારૂ ઝડપાયો:ઝાડી-ઝાં ખરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગર ફરાર
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:કોમર્શિયલ ગેસના બાટલાના અભાવે પોરબંદરમાં 25 ટકા રેસ્ટોરન્ટ બંધ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment