Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના ભટારમાં લેપ્રસીના કેસથી ફફડાટ:જીવકોરનગર સોસાયટીમાં પાલિકાનો ડોર-ટુ-ડોર સર્વે, સ્થાનિકોએ કમિશનરને કરી રજૂઆત

    11 hours ago

    ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ તરીકે જાણીતું સુરત શહેર સમયાંતરે અનેક આરોગ્યલક્ષી પડકારોનો સામનો કરતું આવ્યું છે. પરંતુ તાજેતરમાં ભટાર જેવા પોશ અને વ્યસ્ત વિસ્તારમાં આવેલા જીવકોર નગર સોસાયટીમાં લેપ્રસીનો એક શંકાસ્પદ કેસ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ભયનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને આ વિસ્તાર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના નિવાસસ્થાનથી માત્ર 50 મીટરના અંતરે હોવાથી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. 30 વર્ષીય યુવકમાં લેપ્રસીના લક્ષણો દેખાયા હતા મળતી માહિતી મુજબ, જીવકોરનગર સોસાયટીમાં રહેતા આશરે 30 વર્ષીય એક યુવકમાં લેપ્રસી (રક્તપિત્ત)ના લક્ષણો દેખાયા હતા. આ દર્દીએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે, આશ્ચર્યજનક બાબત એ છે કે સારવાર બાદ દર્દી હાલ તેના વતનમાં જતો રહ્યો હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઘરે-ઘરે જઈને સર્વેની કામગીરી શરૂ જેવો આ કેસ પ્રકાશમાં આવ્યો કે, તરત જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી. સોસાયટીમાં તાત્કાલિક અસરથી ઘરે-ઘરે જઈને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સર્વે દરમિયાન રહેવાસીઓને લેપ્રસી અંગેના જાગૃતિ પત્રકો વહેંચવામાં આવ્યા હતા અને લક્ષણો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. રહેવાસીઓનો આક્રોશ અને મ્યુ. કમિશનરને રજૂઆત સોસાયટીના અગ્રણી રહેવાસી લિનેશ શાહે આ ગંભીર મુદ્દે સુરત મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. રહેવાસીઓનો મુખ્ય વિરોધ એ વાતનો છે કે તંત્ર દ્વારા તેમને સંતોષકારક જવાબો આપવામાં આવ્યા નથી. રજૂઆતમાં ઉઠાવવામાં આવેલા મુખ્ય મુદ્દાઓ સર્વેનો સાચો હેતુ શું? જો એક જ કેસ હતો તો આખી સોસાયટીમાં આ પ્રકારે સર્વે કરવાની જરૂર કેમ પડી? શું આ રોગ ગંભીર રીતે ફેલાઈ રહ્યો છે? લેપ્રસી એક ચેપી રોગ હોવા છતાં, પુષ્ટિ થયેલા દર્દીને કેમ અવલોકન કે આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યો નથી? તેને વતન જવા દેવા પાછળનું કારણ શું? રહેવાસીઓને શંકા છે કે ખાનગી રહેણાંક સોસાયટીમાં કોઈ પ્રકારનું મેડિકલ શેલ્ટર અથવા કેર સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. રહેણાંક વિસ્તારમાં આવા સેન્ટરો ચલાવવા માટે કાયદેસરની મંજૂરી છે કે કેમ? આ વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી જેવા મહાનુભાવો રહે છે અને વસ્તીની ઘનતા પણ વધુ છે, ત્યારે આવા સમયે આરોગ્ય સુરક્ષામાં ક્ષતિ રહેવાસીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. આરોગ્ય વિભાગનો પક્ષ શું કહે છે પ્રોટોકોલ? આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, "દર્દીની સારવાર શરૂ થઈ ગઈ છે અને તે સોમવારે પરત આવવાનો છે." જોકે, આ બાબતે લોકોમાં વિશ્વાસ બેસતો નથી. તબીબી પ્રોટોકોલ મુજબ, લેપ્રસીના દર્દીને જ્યારે મલ્ટી-ડ્રગ થેરાપી (MDT) ના પ્રથમ થોડા ડોઝ આપવામાં આવે છે, ત્યારે તે ચેપ ફેલાવવાની ક્ષમતા ગુમાવી દે છે. પરંતુ સોસાયટીમાં આ માહિતીના અભાવે લોકોમાં ડર વધુ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર SOGનો સપાટો:ચિત્રા વિસ્તારમાંથી 1920 બોટલ નશાકારક કફ સીરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
    Next Article
    વૃદ્ધને બોનેટ પર બેસાડી 500 મીટર સુધી કાર દોડાવી, VIDEO:વૃદ્ધ કહેતા રહ્યા- 'કેસ નથી કરવો, કેસ નથી કરવો', અમદાવાદનો હચમચાવી નાખતા બનાવમાં આરોપીની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment