Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધને બોનેટ પર બેસાડી 500 મીટર સુધી કાર દોડાવી, VIDEO:વૃદ્ધ કહેતા રહ્યા- 'કેસ નથી કરવો, કેસ નથી કરવો', અમદાવાદનો હચમચાવી નાખતા બનાવમાં આરોપીની અટકાયત

    18 hours ago

    અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે. અકસ્માત સર્જનારા કારચાલક જાદવ હરિસિંહ સુરસંગને સમજાવવા ગયેલા એક વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કારચાલકે કાર ભગાડી મૂક્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં સિનિયર સિટીઝન કહી રહ્યા છે કે, 'હજી કહું છું કેસ નથી કરવો' તેમ છતા જાદવ હરિસિંહ સુરસંગે પોતાની કાર ઉભી રાખવાના બદલે રસ્તા પર પૂરપાટ ઝડપે દોડાવી રહ્યો છે. આ મામલે રાતે પોલીસ સ્ટેશનમાં ભયજનક ડ્રાઇવિંગની કલમ બીએનએસ (BNS) 281 મુજબ અને એમવી એક્ટ (MV Act) 184, 177, 134 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અને આરોપી ડ્રાઈવર જાદવ હરિસિંહ સુરસંગની અટકાયત કરવામાં આવી છે. શુક્રવારે રાત્રે નિકોલમાં કારચાલકે અકસ્માત સર્જયો હતો નિકોલમાં ખોડિયાર મંદિર પાસે 13 માર્ચે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ GJ-13 CB 2908 નંબરની I-10 કારના ચાલકે એક અકસ્માત સર્જ્યો હતો.અકસ્માત બાદ એક વૃદ્ધ વ્યક્તિ કારચાલકને સમજાવવા આવ્યા હતા ત્યારે કારચાલકે ત્યાંથી વૃદ્ધ ઉપર ગાડી ચડાવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે વૃદ્ધ વ્યક્તિ કારના બોનેટ ઉપર ચડી ગયા છતાં કાર ચાલકે કાર ઊભી રાખવાની જગ્યાએ વૃદ્ધને બોનેટ ઉપર બેસાડીને 500 મીટર જેટલી કાર ચલાવી હતી.આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાઇરલ થઈ રહ્યો છે. પોલીસે કારના નંબરના આધારે તપાસ હાથ ધરી વાયરલ વિડીયોના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ વાઘેલા જણાવ્યું હતું કે હાલ અમારી પાસે કોઈ ફરિયાદ કરવા આવ્યો નથી. પરંતુ અમે ગાડીના નંબરના આધારે તપાસ કરી રહ્યા છે.સાથે ટ્રાફિક પોલીસ પર કાર ચાલકની તપાસ કરી રહી છે. સ્વિફ્ટ ગાડીના સાઈડ ગ્લાસને થોડું નુકશાન થયું બબાલ થઈ હતી ટ્રાફિક એસીપી એસ. એમ. પટેલે જણાવ્યું હતું કે, નિકોલ ખોડિયાર મંદિર આગળ ગઈકાલ સાડા દસનો બનાવ બન્યો હતો. તેમાં બે કાર ચાલક વચ્ચે માથાકૂટ થયેલી હતી. એમાં જે આ જે વીડિયો વાયરલ થયેલો છે, એનાથી એક બીજી સ્વિફ્ટ ગાડી જે છે એના સાઈડ ગ્લાસને થોડું નુકશાન થયું હતું. તે બાબતે બે વચ્ચે બોલાચાલી થઈ હતી અને ખર્ચા બાબતની વાતચીત થતી હતી. તે દરમિયાન આ વ્યક્તિ જે કારનો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, એ વ્યક્તિ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા કાકા તેની ગાડી ઉપર બોનેટ ઉપર ચડી ગયા હતા અને 100-200 મીટર જેવું ગાડી જવા દીધી હતી અને ત્યાંથી તે ઉતરી ગયા હતાં. તે બાબતનો ગુનો 'આઈ' ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે. તેને વધુમાં કહ્યું કે, ભયજનક ડ્રાઇવિંગની કલમ બીએનએસ (BNS) 281 મુજબ અને એમવી એક્ટ (MV Act) 184, 177, 134 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમાચાર પણ વાંચોઃ લાલ દરવાજા વિસ્તારમાં બેફામ કારચાલકે 3થી 4 વાહનને ટક્કર મારી અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી ટી સ્ટોલ પાસે બેફામ બનેલા કારચાલક દ્વારા ત્રણથી ચાર વાહનને ટક્કર મારવી હોવા અંગેનો બનાવ બન્યો છે. ચાલક ત્રણથી ચાર વાહનને ટક્કર મારીને એલિસબ્રિજ તરફ ભાગ્યો હતો, જ્યાં સ્થાનિક લોકોએ પીછો કરી અને કારચાલકને ઝડપી પાડ્યો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, કારચાલક શાહપુર તરફથી પૂરપાટ ઝડપે ગાડી લઈને આવી રહ્યો હતો અને ત્યાંથી પણ ત્રણથી ચાર વાહનને ટક્કર મારી લાલ દરવાજા લકી સ્ટોલ પાસે ટક્કર મારી હતી. એક એક્સેસ ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં કેટલા લોકોને ઈજા થઈ છે તે અંગે હજી માહિતી મળી નથી. એલિસબ્રિજ પાસે ચાર રસ્તા નજીક કારચાલકને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો અને તરત જ ટ્રાફિકના TRB જવાનો આવી ગયા હતા. સ્થાનિક લોકો અને TRB જવાનો દ્વારા આરોપીને પકડી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    સુરતના ભટારમાં લેપ્રસીના કેસથી ફફડાટ:જીવકોરનગર સોસાયટીમાં પાલિકાનો ડોર-ટુ-ડોર સર્વે, સ્થાનિકોએ કમિશનરને કરી રજૂઆત
    Next Article
    Gujarat Win Award | ગુજરાતને 'એમઆરઓ સ્ટેટ ઓફ ધ યર'નું સન્માન | MRO State Of The Year | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment