Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઊંઝાની શ્રી વિ.મ.પટેલ શાળામાં વાલી સંમેલન યોજાયું:વાલીઓએ રમતોત્સવ માણ્યો, બાળકોને વિવિધ પ્રવૃત્તિના ઇનામ અપાયા

    10 hours ago

    ઊંઝાની શ્રી વિ.મ.પટેલ પ્રાથમિક શાળામાં શુક્રવાર, ૧૩ માર્ચના રોજ વાલી સંમેલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવા પ્રવેશ અંગે ચર્ચા અને બીજા સત્રની પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય કેતનભાઈ પટેલે બીજા સત્ર દરમિયાન થયેલી બાળદિનની ઉજવણી, પિકનિક, પ્રવાસ, બાળમેળો, બાળસભા અને અન્ય શૈક્ષણિક બાબતો અંગે વાલીઓ સાથે ચર્ચા કરી હતી. વાલી સંમેલન બાદ દર વર્ષની પરંપરા મુજબ વાલીઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોય-દોરો, કઠોળ વર્ગીકરણ અને દાણા ઉપાડ જેવી ત્રણ રમતોનો સમાવેશ થતો હતો. આ રમતોના વિજેતાઓને શાળા પરિવાર દ્વારા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 12 અને 13 માર્ચ એમ બે દિવસ દરમિયાન, વર્ષભરની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે બાળસભા અને બાળદિનની ઉજવણીના વિજેતા બાળકોને પણ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રોના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કડીની કોલેજમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવાયો:'સેફ પ્રોડક્ટ્સ, કોન્ફિડન્ટ કન્ઝ્યુમર્સ' થીમ પર કાર્યક્રમ યોજાયો
    Next Article
    VNSGU અંગ્રેજી વિભાગે બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજ્યો:'કન્ટેમ્પરરી ટ્રેન્ડ્સ ઇન ઇંગ્લિશ સ્ટડીઝ' વિષય પર ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment