Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબે સ્કૂલ હરણીમાં પ્રિ-પ્રાયમરી ગ્રેજ્યુએશન ડે ઉજવાયો:નાના ભૂલકાઓને સર્ટિફિકેટ આપીને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ અપાયા

    19 hours ago

    વડોદરા: અંબે સ્કૂલ - હરણી (CBSE યુનિટ) ખાતે ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવારના રોજ પ્રિ-પ્રાયમરી વિભાગના વિદ્યાર્થીઓ માટે 'ગ્રેજ્યુએશન ડે' (પદવીદાન સમારોહ) ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાના ભૂલકાઓના પ્રિ-સ્કૂલના પ્રવાસને બિરદાવી તેમને પ્રાથમિક શિક્ષણના નવા વિશ્વમાં પ્રવેશવા બદલ શુભેચ્છાઓ પાઠવવાનો હતો. આ ગૌરવશાળી પ્રસંગે અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિત શાહ, અંબે સ્કૂલ - હરણીના ડાયરેક્ટર ભાવેશા શાહ અને મિત્તલ શાહ, શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર આશિષ શાહ, તેમજ સીનિયર પ્રિન્સિપાલ અને CAO ધીરજ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. પ્રેપ-II (Prep II) ના વિદ્યાર્થીઓએ તેમનું પૂર્વ-પ્રાથમિક શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોવાથી, તેમને મહાનુભાવોના હસ્તે 'ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ' એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે ચેરમેન શ્રી અમિત શાહ અને અન્ય મહાનુભાવોએ બાળકોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા. કાર્યક્રમની શરૂઆત પવિત્ર પ્રાર્થના ગીતથી થઈ હતી. ત્યારબાદ પ્રિ-સ્કૂલ અને પ્રેપ-I ના નાના બાળકોએ સુંદર પ્રેરણાત્મક ગીત રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા. શાળાના આચાર્યશ્રીએ સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો, જેમાં વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રગતિની વિગતો દર્શાવવામાં આવી હતી. જ્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ મંચ પરથી પોતાના અનુભવો વ્યક્ત કર્યા, ત્યારે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. કાર્યક્રમના અંતે પ્રેપ-II ના બાળકોની વર્ષભરની સફરને દર્શાવતો એક મેમરી વીડિયો રજૂ કરવામાં આવ્યો, જે જોઈ વાલીઓ અને શિક્ષકો જૂની યાદોમાં ખોવાઈ ગયા હતા. આ યાદગાર સમારોહનું સમાપન શાનદાર ફિનાલે ડાન્સ સાથે થયું.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઘણા દેશ યુદ્ધજહાજ મોકલશે:ઈરાનની સૈન્ય ક્ષમતા લગભગ ખતમ; ચીન, જાપાન અને બ્રિટનને પણ અપીલ કરી
    Next Article
    એચ.એ. કોલેજના પૂર્વ વિદ્યાર્થીએ 125મી વાર રક્તદાન કર્યું:60મા જન્મદિવસે કોલેજમાં ફરી રક્તદાન કરી અસાધારણ સિદ્ધિ મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment