Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એચ.એ. કોલેજના પૂર્વ વિદ્યાર્થીએ 125મી વાર રક્તદાન કર્યું:60મા જન્મદિવસે કોલેજમાં ફરી રક્તદાન કરી અસાધારણ સિદ્ધિ મેળવી

    18 hours ago

    અનિલ સિંહે પોતાના 60મા જન્મદિવસે એચ.એ. કોલેજમાં ૧૨૫મી વાર રક્તદાન કરીને એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા આ પ્રસંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનિલ સિંહે 1987માં એચ.એ. કોલેજના બીજા વર્ષના વિદ્યાર્થી તરીકે પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. ત્યારથી તેઓ એક જવાબદાર નાગરિક તરીકે નિયમિતપણે રક્તદાન કરતા રહ્યા છે. ૪૦ વર્ષના ગાળામાં તેમણે કુલ 124 વખત રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે અનિલ સિંહની સમાજ પ્રત્યેની કૃતજ્ઞતા અને જવાબદારીની ભાવનાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે 125 વાર રક્તદાન કરવું એ એક મોટી સિદ્ધિ છે. આ અસાધારણ સિદ્ધિ બદલ એચ.એ. કોલેજ દ્વારા અનિલ સિંહને સન્માનપત્ર અને મેમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાનો પ્રતિભાવ આપતા અનિલ સિંહે જણાવ્યું હતું કે બાળપણથી જ તેમનું ધ્યેય સમાજ સેવા કરવાનું હતું. તેમની આ અવિરત સેવાને કારણે કોલેજના અનેક વિદ્યાર્થીઓ રક્તદાન કરવા માટે પ્રેરિત થયા છે.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રોફેસર ચેતન મેવાડાએ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અંબે સ્કૂલ હરણીમાં પ્રિ-પ્રાયમરી ગ્રેજ્યુએશન ડે ઉજવાયો:નાના ભૂલકાઓને સર્ટિફિકેટ આપીને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ અપાયા
    Next Article
    નિઃસ્વાર્થ સેવા આપનારાઓનું સન્માન:આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ‘અનસંગ એવરીડે હીરોસ એવોર્ડ્સ’ની જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment