Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંઘપ્રદેશમાં ગરમીનો પ્રકોપ, આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી:નવજાત શિશુઓ, વૃદ્ધો અને શ્રમજીવીઓ માટે ખાસ સૂચનો

    1 day ago

    સંઘપ્રદેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જે આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની સંભાવના છે. આ વધતી ગરમી લોકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરીએ લોકોને ગરમીથી બચવા માટે ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, ગરમીની સૌથી વધુ અસર નવજાત શિશુઓ, બાળકો, સગર્ભા મહિલાઓ અને વડીલો પર થાય છે. આ ઉપરાંત, મજૂરો, ખેડૂતો, રસ્તા અને નિર્માણ કાર્યમાં જોડાયેલા કર્મીઓ, ખેલાડીઓ, સૈનિકો અને પોલીસ જવાનો જેવા જે વ્યક્તિઓ સીધા તડકામાં લાંબા સમય સુધી કામ કરે છે, તેમને પણ હીટસ્ટ્રોકનું જોખમ રહેલું છે. લાંબા સમય સુધી ગરમીના સંપર્કમાં રહેવાથી હીટસ્ટ્રોક થઈ શકે છે. તેના મુખ્ય લક્ષણોમાં શરીરનું તાપમાન ૧૦૪ ડિગ્રી ફેરનહીટથી ઉપર જવું, સખત માથું દુઃખવું, ચક્કર આવવા, પરસેવો ઓછો થવો, ત્વચા લાલ, ગરમ અને શુષ્ક થઈ જવી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્નાયુઓમાં નબળાઈ, ઉબકા-ઉલટી, સુસ્તી, હૃદયના ધબકારા તેજ થવા, શ્વાસ ચઢવો, માનસિક ભ્રમ અને બેહોશી જેવા ગંભીર લક્ષણો પણ જોવા મળી શકે છે. ગરમીના પ્રકોપથી બચવા માટે પ્રશાસને કેટલાક સૂચનો કર્યા છે. જેમાં વધુ પ્રમાણમાં પાણી પીવું અને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં અથવા છાંયડામાં રહેવાની સલાહ અપાઈ છે. જો બહાર નીકળવું અનિવાર્ય હોય તો છત્રી કે ટોપીનો ઉપયોગ કરવો. આછા રંગના, હલકા અને સુતરાઉ ઢીલા કપડાં પહેરવા તેમજ તડકાથી બચવા માટે માથું અને ચહેરો કપડાં કે સ્કાર્ફથી ઢાંકવો.ગરમીના દિવસોમાં લીંબુ પાણી, છાશ અથવા નારિયેળ પાણીનું વધુ સેવન કરવું જોઈએ. આહારમાં લીલા શાકભાજી અને ફળોનો ઉપયોગ વધારવાની પણ ભલામણ કરાઈ છે. આરોગ્ય વિભાગે લોકોને સોફ્ટ ડ્રિંક્સ, દારૂ અને અન્ય નશીલા પદાર્થોનું સેવન ટાળવા અપીલ કરી છે.ભરબપોરે કાળઝાળ ગરમીમાં ઘરમાંથી બહાર ન નીકળવું અને તડકામાં વધુ શારીરિક શ્રમવાળા કામ ટાળવા. ખાસ કરીને બાળકો, સગર્ભા મહિલાઓ અને વડીલોએ બપોરના સમયે ઘરની અંદર જ રહેવું હિતાવહ છે. આ સૂચનોનું પાલન કરીને આપણે પોતાને અને પરિવારને ગરમીની ગંભીર અસરોથી સુરક્ષિત રાખી શકીએ છીએ.સ્વાસ્થ્ય સંબંધિત વધુ માહિતી અથવા કટોકટી માટે ટોલ-ફ્રી નંબર ૧૦૪ પર સંપર્ક કરવા અથવા નજીકના સ્વાસ્થ્ય અધિકારીની સલાહ લેવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    લેબલ નહીં, લેવલથી જીવવું જોઈએ: મોરારિબાપુ:બગસરામાં 'માનસ મેઘાણી' રામકથામાં જોગીદાસ ખુમાણની રખાવટ અને રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
    Next Article
    10 PM Gujarati News LIVE | 10 વાગ્યાના મોટા સમાચાર | Latest Gujarati News | Iran War | India | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment