Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લેબલ નહીં, લેવલથી જીવવું જોઈએ: મોરારિબાપુ:બગસરામાં 'માનસ મેઘાણી' રામકથામાં જોગીદાસ ખુમાણની રખાવટ અને રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

    1 day ago

    ઝવેરચંદ મેઘાણી અને જાદુગર કેલાલ જેવા મહાન કલાકારોની કર્મભૂમિ અને જન્મભૂમિ ગણાતા બગસરામાં છેલ્લા 8 દિવસથી ચાલી રહેલી 'માનસ મેઘાણી' રામકથા આજે રામ જન્મોત્સવના પાવન પ્રસંગ સાથે સંપન્ન થઈ. પૂજ્ય મોરારિબાપુએ આજના કથા સંવાદમાં જીવન જીવવાની સાચી કળા અને સાધુતાના લક્ષણો પર ભાર મૂકતા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. લેબલ અને લેવલ વચ્ચેનો તફાવત કથાના આઠમા દિવસે મોરારિબાપુએ એક શિક્ષકની જિજ્ઞાસાનું સમાધાન કરતા જણાવ્યું કે, આ પંડાલમાં અચલ ચરિત્રની સરવાણી વહે છે, તેથી હજારોની જનમેદની વચ્ચે પણ તીવ્રતમ શાંતિ અનુભવાય છે. બાપુએ જીવનના મૂલ્યો સમજાવતા કહ્યું કે, "દરેક વ્યક્તિએ પોતાના લેબલ (પદ કે હોદ્દા) થી નહીં, પરંતુ પોતાના લેવલ (કક્ષા કે સંસ્કાર) થી જીવવું જોઈએ." તેમણે વધુમાં ઉમેર્યું કે 11 પ્રકારના લોકોથી હંમેશા અંતર જાળવવું હિતાવહ છે. સાધુતાની નવી વ્યાખ્યા અને રામ જન્મ સાધુ કોને કહેવાય તે સમજાવતા બાપુએ સચોટ શબ્દોમાં કહ્યું કે, જેનું જીવન સામું, સાદું અને સાચું હોય તેમજ જેનું અસ્તિત્વ સાબુ જેવું પરોપકારી હોય તે જ સાચો સાધુ છે. રામકથાના નવ કુળમાં સાધુ કુળ, મનુ કુળ, કપિ કુળ અને કવિ કુળનું વિશેષ મહત્વ છે. કથાના ક્રમમાં શિવ વિવાહ બાદ આજે યજ્ઞની ખીર પ્રસાદી દ્વારા પ્રગટ થયેલા બ્રહ્મચરિત્ર એટલે કે ભગવાન રામના પ્રાગટ્યની કથા વર્ણવવામાં આવી હતી. બાપુએ રામ જન્મ પાછળના 5 મુખ્ય કારણોનું સચોટ વિશ્લેષણ કર્યું હતું. મેઘાણીના પાત્રો અને રખાવટની સ્મરાંજલિ ઝવેરચંદ મેઘાણીની સાહિત્ય સૃષ્ટિને બિરદાવતા બાપુએ રખાવટ, સખાવત, ખરાવટ અને વ્યવહાર વટ જેવા ગુણોની ચર્ચા કરી હતી. તેમણે બહારવટિયા જોગીદાસ ખુમાણની નાનીબા સાથેની રખાવટ તથા કુંકાવાવ પાસે જમીન દાનમાં જેતપુર અને ગોંડલ રાજ્યની ખાનદાનીના પ્રસંગો યાદ કરી મેઘાણીને સ્મરાંજલિ અર્પી હતી. મનોરથી પરિવારના હર્ષાબા ગોહિલના વિવેકની પ્રશંસા કરતા બાપુ ભાવવિભોર થયા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિ કથાના અંતિમ ચરણમાં ધારાસભ્ય જેવી કાકડીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા, ગોંડલના મહંત સીતારામ બાપુ તેમજ કલાકારો જીગ્નેશ કુંચાલા અને સુખદેવ ધામેલીયા ઉપસ્થિત રહ્યા હતા. ભોજન વ્યવસ્થામાં ચીમનભાઈ વાઘેલા અને ભરતભાઈ ચાંદ્રાણીએ જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    રવિવારનું રાશિફળ:મેષ-સિંહ રાશિ માટે ધનલાભના યોગ, કુંભ રાશિના જાતકોએ આર્થિક બાબતોમાં સાવધ રહેવું!
    Next Article
    સંઘપ્રદેશમાં ગરમીનો પ્રકોપ, આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી:નવજાત શિશુઓ, વૃદ્ધો અને શ્રમજીવીઓ માટે ખાસ સૂચનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment