Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુલદીપની વિન્ટેજ કારમાં નીકળી જાન:ક્રિકેટરોએ પિંક અને વ્હાઇટ રંગના સાફા બાંધ્યા, કોલકાતાના ફૂલોથી સજ્યો મંડપ

    22 hours ago

    ક્રિકેટર કુલદીપ યાદવ આજે (14 માર્ચ) પોતાની બાળપણની મિત્ર વંશિકા સિંહ સાથે લગ્ન કરી રહ્યો છે. મસૂરી સ્થિત આઈટીસી સેવોય હોટલમાં છેલ્લા ત્રણ દિવસથી લગ્નની વિધિઓ ચાલી રહી છે. સાંજ પડતાની સાથે જ કુલદીપ યાદવની જાન વિન્ટેજ કારમાં હોટલ પરિસરમાંથી નીકળી હતી. જાન દરમિયાન હાજર ક્રિકેટરોએ પિંક અને વ્હાઇટ રંગના સાફા બાંધ્યા હતા. જાનમાં ઢોલ-નગારાના તાલે મહેમાનો અને ખેલાડીઓએ મન મૂકીને ડાન્સ કર્યો હતો. બેન્ડ-વાજા માટે દિલ્હીથી ખાસ છ6 સભ્યોની ઢોલ વગાડનારી ટીમ પહેલેથી જ મસૂરી પહોંચી ગઈ હતી. હોટલમાં મંડપને કોલકાતાથી ગાવવામાં આવેલા ખાસ ફૂલોથી સજાવવામાં આવ્યો છે, જ્યાં મુખ્ય લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. કુલદીપ યાદવના લગ્નમાં સામેલ થવા માટે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પણ હોટલ પહોંચી ગયા છે. આ પહેલા શુક્રવારે રાત્રે યોજાયેલા સંગીત અને કોકટેલ સમારોહમાં ક્રિકેટર સુરેશ રૈના, રિંકુ સિંહ અને યુઝવેન્દ્ર ચહલે વરરાજા સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. સમારોહમાં દિલ્હીથી આવેલા સૂફી સિંગર અને લાઈવ પરફોર્મર બિસ્મિલે પણ પ્રસ્તુતિ આપી હતી. મોડી રાત સુધી હોટલ પરિસરમાં જશ્નનો માહોલ રહ્યો હતો. શનિવાર સવારે મોહમ્મદ કૈફ પણ મસૂરી પહોંચી ગયા. સવારે મહેમાનોને નાસ્તામાં કાનપુરની સ્પેશિયલ ખસ્તા કચોરી અને દાળના વડા પીરસવામાં આવ્યા હતા. કાર્યક્રમ અનુસાર સાંજે 4 વાગ્યે સાફા બાંધવાની વિધિ થઈ હતી. ત્યારબાદ જાન નીકળી. હવે આગળ રાત્રે 8 વાગ્યે વરમાળા અને 9 વાગ્યે ફેરા થશે. ફેરા પછી મોડી રાત સુધી મંડપમાં અન્ય પરંપરાગત વિધિઓ પૂર્ણ કરવામાં આવશે. લગ્નનાં PHOTOS… કુલદીપ યાદવના લગ્નની પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Iran war: Amid gas shortage, India seeks safe passage for 22 vessels stranded near Strait of Hormuz
    Next Article
    રણવીર સિંહની 'ધુરંધર 2'ની એડવાન્સ બુકિંગ શરૂ:રેકોર્ડ ઓપનિંગ અને ભારે વીકએન્ડ કલેક્શનની અપેક્ષા, 19 માર્ચે સ્પાય એક્શન ફિલ્મ રિલીઝ થશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment