Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણવીર સિંહની 'ધુરંધર 2'ની એડવાન્સ બુકિંગ શરૂ:રેકોર્ડ ઓપનિંગ અને ભારે વીકએન્ડ કલેક્શનની અપેક્ષા, 19 માર્ચે સ્પાય એક્શન ફિલ્મ રિલીઝ થશે

    12 hours ago

    રણવીર સિંહ સ્ટારર સ્પાય-એક્શન ફિલ્મ ‘ધુરંધર 2’નું એડવાન્સ બુકિંગ આજે દેશભરના સિનેમાઘરોમાં શરૂ થઈ ગયું છે. ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર આ વર્ષની સૌથી મોટી ઓપનિંગમાંથી એક સાબિત થઈ શકે છે. મોટા પાયે બનેલી આ ફિલ્મ હાઈ-ઓક્ટેન એક્શન, જાસૂસી અને રિવેન્જ ડ્રામાના દમ પર દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચવાની તૈયારીમાં છે. આ ફિલ્મને Jio Studios અને B62 Studios મળીને પ્રસ્તુત કરી રહ્યા છે. મેકર્સે તેને ભવ્ય પાયે તૈયાર કરી છે, જેમાં મોટા એક્શન સિક્વન્સ, દમદાર વાર્તા અને ઇન્ટરનેશનલ લેવલની પ્રોડક્શન વેલ્યુ જોવા મળશે. રણવીર સિંહનો દમદાર અવતાર ફિલ્મમાં રણવીર સિંહ એક ખતરનાક મિશન પર નીકળેલા જાસૂસના પાત્રમાં જોવા મળશે. વાર્તા બદલાની ભાવના અને ગુપ્ત મિશનોની આસપાસ ફરે છે, જેમાં દેશની સુરક્ષા માટે અંડરકવર ઓપરેશન્સ બતાવવામાં આવશે. રણવીરના પાત્રને ફિલ્મનું સૌથી મોટું હાઇલાઇટ માનવામાં આવી રહ્યું છે, જેમાં તેનો એક્શન અને ઇન્ટેન્સ લુક જોવા મળશે. દમદાર સ્ટારકાસ્ટથી વધી ફિલ્મની તાકાત ફિલ્મમાં ઘણા મોટા કલાકારો પણ મહત્વના પાત્રો ભજવી રહ્યા છે. આર. માધવન વ્યૂહાત્મક માસ્ટરમાઇન્ડ અજય સન્યાલના રોલમાં જોવા મળશે, જ્યારે અર્જુન રામપાલ ISI મેજર ઇકબાલ તરીકે દેખાશે. જ્યારે સંજય દત્ત SP ચૌધરી અસલમના શક્તિશાળી પાત્રમાં જોવા મળશે. આ તમામ પાત્રોને કારણે ફિલ્મની વાર્તા વધુ ઇન્ટેન્સ અને રસપ્રદ બનવાની છે. ફિલ્મ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે ફિલ્મને આદિત્ય ધરે લખી, ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી છે. જ્યારે તેને જ્યોતિ દેશપાંડે અને લોકેશ ધરે પ્રોડ્યુસ કરી છે. 'ધુરંધર: ધ રિવેન્જ' 19 માર્ચ 2026ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મને હિન્દીની સાથે-સાથે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવશે, જેથી તે પાન-ઇન્ડિયા ઓડિયન્સ સુધી પહોંચશે. ખાસ વાત એ છે કે, ફિલ્મની રિલીઝ ગુડી પડવા અને ઉગાડીના અવસરે રાખવામાં આવી છે, જ્યારે તેના તરત બાદ ઈદ અલ-ફિત્રનો તહેવાર પણ છે. આવી સ્થિતિમાં, ટ્રેડને આશા છે કે તહેવારોની રજાઓનો ફાયદો ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને મળી શકે છે. હાલમાં એડવાન્સ બુકિંગ ખુલતાની સાથે જ ઘણા શહેરોમાં દર્શકોનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે રણવીર સિંહની આ સ્પાય-એક્શન ફિલ્મ રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર કેટલો મોટો રેકોર્ડ બનાવે છે.
    Click here to Read More
    Previous Article
    કુલદીપની વિન્ટેજ કારમાં નીકળી જાન:ક્રિકેટરોએ પિંક અને વ્હાઇટ રંગના સાફા બાંધ્યા, કોલકાતાના ફૂલોથી સજ્યો મંડપ
    Next Article
    કરિયાણાની દુકાન ચલાવતા શખ્સે વાણંદ પર અસ્ત્રા વડે હુમલો કર્યો:લોહીથી લથપથ હાલતમાં યુવકનું મોત, વડોદરામાં એક જ દિવસમાં હત્યાનો બીજો બનાવ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment