Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ભૂમિ સીમાંકન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ:કલેક્ટર અજય દહીંયાએ અધિકારીઓને ઝડપી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી

    10 hours ago

    પંચમહાલ જિલ્લા સેવાસદન કચેરી ખાતે ભૂમિ સીમાંકન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અજય દહીંયાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં ભૂમિ સીમાંકન કામગીરીને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવાનો હતો. બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી ભૂમિ સીમાંકન કામગીરીની વર્તમાન સ્થિતિ, પ્રગતિ અને બાકી રહેલ કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે સંબંધિત અધિકારીઓ પાસેથી તાલુકાવાર અને વિસ્તારવાર હાથ ધરાયેલી કામગીરીની માહિતી મેળવી હતી. સીમાંકન પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત થતા પ્રશ્નો, વહીવટી અડચણો અને સ્થળ પરના વ્યવહારુ પડકારો અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. ખાસ કરીને જમીનના હક, સીમા નિર્ધારણમાં થતી ગેરસમજ, દસ્તાવેજી વિસંગતતા અને સ્થળીય સ્તરે આવતી મુશ્કેલીઓ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કલેક્ટર અજય દહીંયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ભૂમિ સીમાંકન જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં બેદરકારી કે વિલંબ સહન કરવામાં આવશે નહીં. તેમણે અધિકારીઓને બાકી રહેલ પડતર કામગીરી સત્વરે પૂર્ણ કરવા અને કોઈ પણ પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા સૂચનાઓ આપી હતી. જિલ્લામાં ભૂમિ સીમાંકન પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગો વચ્ચે સક્રિય સંકલન રાખવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. આ સમીક્ષા બેઠક દ્વારા જિલ્લા વહીવટીતંત્રે ભૂમિ સીમાંકન કામગીરીને પ્રાથમિકતા આપવાનો અને તમામ બાકી કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનો સંદેશ આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    5 દિવસ પછી કોમર્શિયલ LPG સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ:સરકારે કહ્યું- ઉતાવળમાં બુકિંગ ન કરો; દિલ્હીની હોટલો-રેસ્ટોરન્ટ્સ કચરામાંથી ઉત્પાદિત ગેસનો ઉપયોગ કરે
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસનો બેઠકનો દોર:મુકુલ વાસનિકની બીજી વખત બેઠક, અમદાવાદમાં 7 સ્થળ પર દાવેદારોને સાંભળવાની સેન્સ પ્રક્રિયા શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment