Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોર્ડ્સ પ્લાઝામાં બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા સેમિનાર યોજાયો:ઉર્જા બચતની આધુનિક ટેકનોલોજી અને ટકાઉ શહેરી વિકાસ માટે માર્ગદર્શન અપાયું

    12 hours ago

    સુરતના દિલ્હી ગેટ સ્થિત લોર્ડ્સ પ્લાઝા ખાતે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા 'શહેરી વિકાસમાં ઉર્જા કાર્યક્ષમતા' વિષય પર એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, સુરત મહાનગરપાલિકા અને ઈકો એનર્જી સોલ્યુશનના સંયુક્ત સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ મહાનગરપાલિકાઓના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉર્જા બચત અને ટકાઉ શહેરી વિકાસ વિશે માર્ગદર્શન સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય મ્યુનિસિપલ ઓફિસરોને ઉર્જા બચતની આધુનિક ટેકનોલોજી અને ટકાઉ શહેરી વિકાસની યોજનાઓ વિશે માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન BEE ના નિવૃત્ત સિનિયર એક્ઝિક્યુટિવ આર. એન. પંડ્યાએ ભારતના નેટ ઝીરો ટાર્ગેટ અને 'મિશન લાઈફ' વિશે વિસ્તૃત માહિતી આપી, પર્યાવરણ સંરક્ષણ માટે ઉર્જા બચતને સમયની માંગ ગણાવી હતી. સ્ટ્રીટ લાઈટિંગમાં LED આધારિત નવીન ઉકેલો વિશે માહિતી સેમિનારના વિવિધ ટેકનિકલ સત્રોમાં ઉર્જા બચતના વિવિધ પાસાઓ પર નિષ્ણાતોએ પ્રકાશ પાડ્યો હતો. કિર્લોસ્કરના જતિન શાહે મ્યુનિસિપલ વોટર પંપિંગ સિસ્ટમમાં સ્માર્ટ મોનિટરિંગ દ્વારા ઉર્જા બચતની શક્યતાઓ સમજાવી હતી, જ્યારે ઓરિએન્ટ ઈલેક્ટ્રિકના અબ્દુલે સ્ટ્રીટ લાઈટિંગમાં LED આધારિત નવીન ઉકેલો વિશે માહિતી આપી હતી. હ્યુમન એનર્જી અને વોટર યોગ સંવાદ વિશે સમજ આ ઉપરાંત, ઈકો એનર્જી સાથે સંકળાયેલા મારુતિ (Grundfos) એ એનર્જી ઓડિટ અને કન્ઝર્વેશનની પ્રાયોગિક વિગતો રજૂ કરી હતી. બપોર પછીના સત્રોમાં ડો. પારુલ પટેલે હ્યુમન એનર્જી અને વોટર યોગ સંવાદ વિશે પ્રસ્તુતિ આપી હતી, જ્યારે EESL ના સુરજ કાંતે ઉદ્યોગોમાં ESCO પ્રોજેક્ટના મહત્વ વિશે સમજ આપી હતી. સરકારી સેવાઓમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા પાણી અને ઉર્જાના પરસ્પર સંબંધ પર ભાર મૂકતા CGWAના સૌરવ ગુપ્તાએ પાણી સંરક્ષણ અને વેસ્ટવોટર રિસાયકલિંગ દ્વારા ઉર્જા બચતની પદ્ધતિઓ સમજાવી હતી. ડિજિટાઈઝેશનના મહત્વને સમજાવતા સિમકોન ઓટોમેશન દ્વારા સરકારી સેવાઓમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. હાઈબ્રિડ અને ગ્રીન એનર્જીના વિકલ્પો વિશે માહિતી અંતમાં, મિન્દ્રા ગ્રીન દ્વારા જાહેર પરિવહનમાં ઈલેક્ટ્રિક વાહનો અને ઈવી ચાર્જિંગ સ્ટેશનની જરૂરિયાત તથા કે.પી. એનર્જી દ્વારા હાઈબ્રિડ અને ગ્રીન એનર્જીના વિકલ્પો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સેમિનાર દ્વારા મ્યુનિસિપલ અધિકારીઓને પર્યાવરણને અનુકૂળ અને કાર્યક્ષમ શહેરી માળખું તૈયાર કરવા માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.
    Click here to Read More
    Previous Article
    બરોડા ડેરીની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું:ચૂંટણી પહેલા પ્રેસર પોલિટિક્સ શરૂ થયું હોવાનો કુલદીપસિંહ રાઉલજીનો આક્ષેપ, કહ્યું- MLA કેતન ઇનામદાર કનડગત કરી રહ્યા છે
    Next Article
    જૂનાગઢમાં રાષ્ટ્રીય મેગા લોક અદાલત યોજાઈ:ફેમિલી કોર્ટમાં 243 સહિત હજારો કેસોમાં પક્ષકારો વચ્ચે સમાધાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment