Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમામાં આગ:સ્ક્રીન પાસેના દરવાજા ને બારીના ભાગે આગ લાગતા અફરાતફરી, આજના તમામ શો રદ્દ કરાયા

    10 hours ago

    રાજકોટના પશ્ચિમ વિસ્તારના હાર્દ સમાન કાલાવડ રોડ પર આજે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. અહીં આવેલા જાણીતા કોસ્મોપ્લેક્સ સિનેમામાં અચાનક જ બપોરે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સ્ક્રીન પાસે આવેલા દરવાજા તેમજ બારીના ભાગે આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. જોકે ફાયર વિભાગે તરત જ દોડી જઇ ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આ સમયે અંદર કોઈ પ્રેક્ષકો હાજર નહીં હોવાથી સદનસીબે જાનહાની ટળી છે. તો સાવચેતીનાં ભાગરૂપે આજના તમામ શો રદ્દ કરાયા છે. આ દુર્ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સ્ક્રીન પાસેથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા પ્રાપ્ત વિગત મુજબ, કોસ્મોપ્લેક્સ સિનેમામાં અચાનક સ્ક્રીન પાસે આવેલા દરવાજા અને બારીના ભાગે પ્રથમ ધુમાડાના ગોટેગોટા નીકળવાનું શરૂ થયું હતું. ત્યારબાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગેની જાણ થતા જ કાલાવડ રોડ ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સિનેમાની લોબી અને અંદરના ભાગો સંપૂર્ણપણે કાળા પડી ગયા આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મવડી ફાયર સ્ટેશનથી પણ વધારાના ફાયર ફાઈટરોને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. આગ એટલી પ્રચંડ હતી કે સિનેમાની લોબી અને અંદરના ભાગો સંપૂર્ણપણે કાળા પડી ગયા હતા. છત (સીલિંગ)નો ભાગ પીગળીને નીચે લટકી રહ્યો છે અને POPના ટુકડાઓ ફ્લોર પર પડેલા જોવા મળ્યા હતાં. સંપૂર્ણપણે બળી જતા લાખોનું નુકસાન થયાનું અનુમાન જોકે કાલાવડ રોડ અને મવડી ફાયર વિભાગની ટીમો દ્વારા ધુમાડાથી ભરેલી ગેલેરીમાં પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ શરૂ કરાયા હતા. અને ગણતરીની મિનિટોમાં આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવાયો હતો. આ સમયે કોઈ પ્રેક્ષક નહીં હોવાથી કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આ આગમાં લોબીની મોંઘી કાર્પેટ, સીલિંગ, લાકડાના દરવાજા અને દીવાલ પરનું ફિટિંગ સંપૂર્ણપણે બળી જતા લાખોનું નુકસાન થયાનું જણાઈ રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ અંગે તપાસ ચાલી રહી છે. તમામ સ્ટાફ અને ગ્રાહકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા થિયેટરના માલિક અજયભાઈ બગડાઈના જણાવ્યા અનુસાર, દુર્ઘટનામાં અંદાજે રૂ. 10,00,000 જેટલું મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. દુર્ઘટના સમયે સિનેમાના કર્મચારીઓએ સમયસૂચકતા વાપરી હતી. સ્ટાફ દ્વારા પોતાની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને પણ આગને ફેલાતી રોકવાનો પ્રયાસ કરાયો હતો. સદનસીબે આગ જે સમયે લાગી ત્યારે અંદર કોઈ પ્રેક્ષકો હાજર નહોતા. સિનેમામાં હાજર તમામ સ્ટાફ અને ગ્રાહકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સિનેમા પાસે 31 ડિસેમ્બર 2026 સુધીનું માન્ય ફાયર સેફ્ટી સર્ટિફિકેટ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આજના દિવસના તમામ શો રદ્દ કરાયા ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે આજના દિવસના તમામ શો રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને ગ્રાહકોએ ઓનલાઇન કે ઓફલાઇન ટિકિટ બુક કરાવી હતી, તેમને ટિકિટના નાણાં પૂરેપૂરા પરત કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરીમાં ફાયર ઓફિસર અજીતસિંહ જાડેજા અને તેમની ટીમ જોડાઈ હતી. હાલ આગ લાગવાનું મૂળ કારણ શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝથી ભારતના બે જહાજો મુન્દ્રા અને કંડલા પોર્ટ પર પહોંચશે:2-3 દિવસમાં ભારત આવશે; કુલ 92,700 ટન LPG લઈને ઈન્ડિયામાં આવી રહ્યા છે
    Next Article
    સુરતમાં DGP કે.એલ.એન. રાવનું મહામંથન:એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું નવું કેન્દ્ર ખુલશે, પોલીસ જવાનોના રિયલ ટાઈમ હેલ્થ મોનિટરિંગ માટે નવી એપ્લિકેશન લોન્ચ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment