Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં પુત્રના લગ્નની કંકોત્રી વધાવતા જ માતા ઢળી પડ્યાં:લગ્ન ગીતો ગુંજવાની જગ્યાએ મરશિયા ગવાયા, સમાજની સમજાવટથી વરરાજા ભારે હૈયે વિધિઓ પૂર્ણ કરશે

    11 hours ago

    ​ કહેવાય છે કે, કુદરતની ગતિ ન્યારી છે, પણ ક્યારેક તે એવી ક્રૂર થપાટ મારે છે કે પથ્થર દિલના માનવીની આંખો પણ ભીની થઈ જાય. જૂનાગઢના વાળા પરિવારમાં પણ કંઈક આવું જ બન્યું. જે ઘર દીકરાના લગ્નની ખુશીઓથી મહેકી રહ્યું હતું અને જ્યાં ઢોલ-નગારાના તાલે મહેમાનો ઝૂમી રહ્યા હતા, ત્યાં અચાનક એવી કરુણતા છવાઈ ગઈ કે આખો પરિવાર અને સમાજ હેબતાઈ ગયો. પુત્રના લગ્નની કંકોત્રી વધાવવાના શુભ મુહૂર્તે જ માતાના પ્રાણ પંખેડું ઉડી જતાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. લગ્ન ગીતો વચ્ચે જ નીતાબેનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો જૂનાગઢમાં જમનભાઈ કેશવભાઈ વાળાના પુત્ર જીગ્નેશના લગ્નનો રૂડો અવસર હતો. ઘરમાં મહેમાનોની ચહલપહલ હતી અને પરંપરા મુજબ લગ્ન પત્રિકા વધાવવાની વિધિ ચાલી રહી હતી. માતા નીતાબેન વાળા પોતાના વહાલા સોયા દીકરાના લગ્નના હરખમાં ગળાડૂબ હતા. તેઓ મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા અને હૃદયમાં અનેક કોડ ભરીને લગ્ન ગીતોની રમઝટ બોલાવી રહ્યા હતા. 13 માર્ચની રાત્રે અંદાજે સવા અગિયાર વાગ્યાની એ ક્ષણ હતી, જ્યારે આનંદ પરાકાષ્ઠાએ હતો અને બરાબર એ જ સમયે નીતાબેનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓ ઢળી પડ્યા. થોડીવાર પહેલા પુત્રના લગ્નની વધામણી કરતા માતા સમાચારથી જૂનાગઢ સ્તબ્ધ ​નીતાબેન અચાનક બેભાન થઈને ઢળી પડતા જ લગ્ન ગીતો ગાતી મહિલાઓના કંઠ રૂંધાઈ ગયા. હસતા-રમતા ચહેરાઓ પર ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ. પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ દોડ્યા, પરંતુ વિધિના લેખ કંઈક જુદા જ હતા. તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. હાર્ટ-એટેક એટલો જોરદાર હતો કે નીતાબેનને સારવારનો મોકો પણ ન મળ્યો. જે માતા થોડીવાર પહેલા પુત્રના લગ્નની વધામણી કરી રહી હતી, તેના મૃત્યુના સમાચાર સાંભળીને આખું જૂનાગઢ સ્તબ્ધ થઈ ગયું. ખુશીનો માહોલ હતો અને અચાનક બધું જ વિખેરાઈ ગયુંઃ પતિ મૃતક નીતાબેનના પતિ જમનભાઈ વાળાએ ડૂસકાં ભરતા જણાવ્યું કે, મારે ત્રણ દીકરા છે સચિન, જીગ્નેશ અને પરાગ. આજે (13 માર્ચ) જીગ્નેશના લગ્ન હતા. સમાજના રીત-રિવાજ મુજબ અમે હળીમળીને પત્રિકા વધાવતા હતા, ખુશીનો માહોલ હતો, પણ અચાનક નીતાને એટેક આવ્યો અને બધું જ વિખેરાઈ ગયું. મૃતકના સગા દીપકભાઈ વાઢેરે પણ આ કરુણતા વર્ણવતા કહ્યું કે, માની મમતા કેવી હોય એ તો આજે જોવા મળ્યું. દુખની વાત છે કે, જે બહેન દીકરાના લગ્ન ગીતો ગાવા માટે આતુર હતા, આજે એમના જ મરશિયા ગાવાનો વારો આવ્યો છે. સમાજની સમજાવટ બાદ પ્રસંગ સાદગીથી પૂર્ણ કરવાની તૈયારી ​આભ ફાટી પડ્યું હોય તેવી આ પરિસ્થિતિમાં વાલ્મીકિ સમાજ પરિવારની વહારે આવ્યો છે. પુત્રના લગ્નનો રૂડો અવસર હોવાથી અને વિધિઓ અટકે નહીં તે માટે સમાજના આગેવાનો અને પટેલ દિનેશભાઈએ પરિવારને હિંમત આપી છે. પુત્ર જીગ્નેશે પણ ભારે હૈયે માતાની વિદાયના આઘાત વચ્ચે સામાજિક પરંપરા અને માતાના આશીર્વાદ સમજીને પ્રસંગને સાદગીથી પૂર્ણ કરવાની તૈયારી દર્શાવી છે. આવતીકાલે જીગ્નેશ અને ત્રણથી ચાર વ્યક્તિ જઈ લગ્નની વિધિઓ પૂર્ણ કરશે. હાલ સમગ્ર વાલ્મીકિ સમાજમાં આ કરુણ ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે. ​જૂનાગઢમાં ગુંજ્યા મરશિયા ગઈકાલે રાત્રે જ્યાં મંગળ ગીતો ગવાતા હતા, આજે ત્યાં સ્મશાનવત શાંતિ અને ડૂસકાંનો અવાજ સંભળાઈ રહ્યો છે. લગ્નના માંડવેથી જ માતાની અંતિમયાત્રા નીકળતા પથ્થર પણ પીગળી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પુત્રને પરણાવીને જે માતાએ વહુના ઓવારણા લેવાના હતા, તે માતાના જ અંતિમ સંસ્કાર કરવાની નોબત આવતા કુદરતની આ કારમી થપાટે માનવજાતને હચમચાવી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    યુદ્ધની અસર વચ્ચે ઈન્ડક્શન-સગડી લેવા પણ લાઈનો:AIIMSના ઈન્ટર્ન ડૉક્ટરનો આપઘાત, ગર્ભનિરોધક ગોળીઓ આપી કાકાએ ભત્રીજી પર કર્યું દુષ્કર્મ
    Next Article
    રાજકોટનાં કોસ્મોપ્લેક્સ સિનેમામાં આગ:સ્ક્રીન પાસે આવેલા દરવાજા અને બારીના ભાગે આગ લાગતા અફરાતફરી સર્જાઈ, ફાયર વિભાગે મિનિટોમાં કાબુ મેળવ્યો, આજના તમામ શો રદ્દ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment