Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AIIMSના પ્રોફેસરે કહ્યું- હંટા વાયરસથી ડરવાની જરૂર નથી:આ કોવિડ જેવો નથી, એટલાન્ટિકમાં ક્રુઝ શિપ પર 2 ભારતીયો પોઝિટિવ મળ્યા

    6 hours ago

    AIIMS દિલ્હીના મેડિસિન વિભાગના પ્રોફેસર ડોક્ટર નીરજ નિશ્ચલે શનિવારે કહ્યું કે હંટા વાયરસથી ડરવાની જરૂર નથી, આપણા દેશમાં અત્યાર સુધી કોઈ કેસ સામે આવ્યો નથી. તેમણે કહ્યું કે હંટા વાયરસ કોવિડની જેમ ફેલાઈ શકતો નથી. આ બીમારી પહેલાથી હતી, પરંતુ ગુરુવારે શિપ MV હોન્ડિયસમાં મળેલા વાયરસને કારણે હવે તે ચર્ચામાં છે. પરંતુ ભારતમાં હજુ તેનો કોઈ ખતરો નથી. 7 મે: જે જહાજ પર હંટા વાયરસ ફેલાયો, તેના પર 2 ભારતીયો, 3ના મોત MV હોન્ડિયસ એક ડચ એક્સપેડિશન ક્રુઝ શિપ છે, જે એન્ટાર્કટિકા અને દક્ષિણ એટલાન્ટિક વિસ્તારોમાં યાત્રાઓ કરાવે છે, પરંતુ મે 2026માં આ જહાજ એક ગંભીર સ્વાસ્થ્ય સંકટને કારણે આંતરરાષ્ટ્રીય ચર્ચામાં આવ્યું. જહાજ પર હંટા વાયરસ સંક્રમણના ઘણા કેસ સામે આવ્યા. આ દરમિયાન 3 યાત્રીઓના મોત થયા. ઘણા અન્ય યાત્રીઓ અને ક્રૂ સભ્યો બીમાર પડ્યા. કેટલાક લોકોને ICUમાં દાખલ કરવા પડ્યા. જહાજને સમુદ્રમાં રોકવું પડ્યું, કારણ કે ઘણા દેશોએ તરત ડોકિંગની મંજૂરી આપી ન હતી. આ જહાજ 10 મે સુધીમાં સ્પેનના કેનેરી આઇલેન્ડ પહોંચી શકે છે, જ્યાં જહાજ પર હાજર તમામ મુસાફરોની તપાસ કરવામાં આવશે. WHOએ જણાવ્યું કે ઘટના ગંભીર છે, પરંતુ હાલમાં સામાન્ય લોકો માટે ખતરો ઓછો માનવામાં આવી રહ્યો છે. હંટા વાયરસથી થયેલા મૃત્યુમાં એન્ડીઝ સ્ટ્રેનનો શક WHO મુજબ, હંટા વાયરસથી થયેલા ત્રણ મૃત્યુના કેસોમાં એન્ડીઝ સ્ટ્રેનનો શક છે, જે મનુષ્યો વચ્ચે પણ ફેલાઈ શકે છે. એન્ડીઝ સ્ટ્રેન મુખ્યત્વે દક્ષિણ અમેરિકાના આર્જેન્ટિના અને ચિલીમાં જોવા મળે છે. WHOએ જણાવ્યું કે એન્ડીઝ સ્ટ્રેન બાકીના હંટા વાયરસથી અલગ છે. તે સંક્રમિત ઉંદરો અથવા તેમના મળ-મૂત્રથી તો ફેલાય જ છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં માણસથી માણસમાં પણ ફેલાઈ શકે છે. જોકે, આ સંક્રમણ કોરોના જેટલી ઝડપથી ફેલાતું નથી. તપાસમાં જાણવા મળ્યું છે કે પહેલા બે પીડિત દંપતી જહાજ પર ચઢતા પહેલા ચિલી, આર્જેન્ટિના અને ઉરુગ્વેમાં બર્ડ વોચિંગ ટ્રિપ પર ગયા હતા. WHO અનુસાર આ વિસ્તારોમાં વાયરસ ફેલાવતા ખાસ પ્રકારના ઉંદરો જોવા મળે છે. આર્જેન્ટિનાની એજન્સીઓ હવે આ દંપતીની યાત્રાનો પત્તો લગાવી રહી છે. -------------------------------------------- સંપૂર્ણ સમાચાર વાંચો… 38 લાખની ટિકિટવાળા લક્ઝરી ક્રૂઝમાં ફેલાયો હંટા વાયરસ:જહાજ પર કેદ થયા 170 યાત્રી, 3નાં મોત; અંદર ફસાયેલાં એક ઇન્ફ્લુએન્સરે રડતાં-રડતાં જણાવી આપવીતી એટલાન્ટિક મહાસાગરમાં સફર પર નીકળેલા લક્ઝરી ક્રુઝ જહાજ MV Hondius પર ઉંદરોથી ફેલાતા જીવલેણ હંટા વાયરસે હાહાકાર મચાવ્યો છે. જહાજમાંથી સંક્રમણનો બીજો કેસ સામે આવ્યો છે. વાયરસના કારણે અત્યાર સુધી ત્રણ લોકોનાં મોત થયા છે. WHO અને દક્ષિણ આફ્રિકાના આરોગ્ય વિભાગે રવિવારે જણાવ્યું કે જહાજ પર હંટા વાયરસ સંક્રમણના શંકાસ્પદ પ્રકોપે ત્રણ લોકોનો ભોગ લીધો છે. સંક્રમણથી મૃત્યુ પામેલાઓમાં વૃદ્ધ દંપતી પણ સામેલ છે. સંક્રમણથી ઓછામાં ઓછા ત્રણ અન્ય લોકો બીમાર થયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    Watermelon poisoning: Police question relatives, probe rat poison vendors
    Next Article
    લંડન જતો ગુજરાતી પરિવાર વિદેશ બંધક બનાવાયો:લોહીથી લથપથ પુત્રનો ફોટો મોકલી 1 કરોડની માગ, અમદાવાદ પોલીસે એક એજન્ટને દબોચ્યો, વલસાડના એજન્ટની શોધ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment